બનવા ગયા હતા સહાયક નિર્દેશક પણ બની ગયા હીરો, Jimmy Shergill ને આવી રીતે ઓફર થઈ પહેલી ફિલ્મ

જિમ્મીએ તેમના અભિનય કારકીર્દિની શરૂઆત 1996 માં રિલીઝ માચીસ મૂવીથી કરી હતી. આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી, પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે જિમ્મીને આ ફિલ્મમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા મળી. તો ચાલો અમે તમને જણાવીએ આ મનોરંજક કિસ્સો.

બનવા ગયા હતા સહાયક નિર્દેશક પણ બની ગયા હીરો, Jimmy Shergill ને આવી રીતે ઓફર થઈ પહેલી ફિલ્મ
Jimmy Shergill

આજે ભલે બોલીવુડના ચોકલેટ હીરોમાં રણબીર કપૂર (Ranbir Kapoor) અને વરૂણ ધવન (Varun Dhawan) જેવા સ્ટાર્સનાં નામ શામેલ છે, પરતું એક સમયે આ દરજ્જો જિમ્મી શેરગિલ (Jimmy Shergill) ને આપવામાં આવ્યો હતો. જેના પર લાખો છોકરીઓ ફિદા થઈ હતી.

જિમ્મીએ તેમના અભિનય કારકીર્દિની શરૂઆત 1996 માં રિલીઝ માચીસ ફિલ્મ (Maachis Movie) થી કરી હતી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી હતી, પરંતુ શું તમે જાણો છો કે જિમ્મીને આ ફિલ્મમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા મળી કેવી રીતે. તો ચાલો તમને જણાવીએ આ મનોરંજક કિસ્સો.

આ રીતે મળી અભિનયની તક

જ્યારે ગુલઝાર સાબહ માચીસ ફિલ્મના કાસ્ટિંગ પર કામ કરી રહ્યા હતા, ત્યારે જિમ્મી તેમને મળવા પહોચ્યા હતા, પરંતુ ફિલ્મમાં અભિનયનાં કામ માટે નહી પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે, પરંતુ ગુલઝાર સાહેબે તેમાં છુપાયેલા અભિનેતાને ઓળખી લીધો અને તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ વાચવા માટે આપી.

જ્યારે જિમ્મીએ આખી સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે ગુલઝાર સાહેબ દ્વારા તેમને પૂછવામાં આવ્યું, તેમને કઈ ભૂમિકા પસંદ આવી અને તે કઈ ભૂમિકા કરવા માગશે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને જિમ્મીની ભૂમિકા ખૂબ પસંદ આવી છે અને ગુલઝરે તરત જ તેમને તે રોલ ઓફર કરી દિધો હતો. જે પછી જિમ્મીએ ક્યારેય પાછું વળીને જોયું નહીં.

 

આજે પણ ફિલ્મોમાં સક્રિય છે જિમ્મી શેરગિલ

અભિનેતા જિમ્મી શેરગિલે (Jimmy Shergill) ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે અને આ દરમિયાન તેમણે માત્ર બોલિવૂડમાં જ નહીં પણ પંજાબી ફિલ્મોમાં પણ ખૂબ નામ કમાવ્યું છે.

અત્યાર સુધીમાં તેમની કારકીર્દિમાં તેમણે એ વેડનેસડે, તનુ વેડ્સ મનુ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, મુન્ના ભાઈ એમ.બી.બી.એસ., સ્પેશિયલ 26, મદારી અને માય નેમ ઇઝ ખાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને તેમને તનુ વેડ્સ મનુમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. 2020 માં તેમને છેલ્લીવાર વેબ સિરીઝ Your Honor માં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો :- Aamir Khan ના આવા પણ દિવસો હતા, જ્યારે તે ફરી ફરીને પોતાની જ ફિલ્મના લગાવતા હતા પોસ્ટરો, જુઓ VIDEO

આ પણ વાંચો :- The Family Man 2 ની રિલીઝ ડેટને લઈને આવ્યા નવા અપડેટ, Amazon Prime Video એ યુઝર્સને આપ્યો આ જવાબ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati