ફિલ્મનો પડદો હોય કે વાસ્તવિક જીવન …, હંમેશાં ખેતી સાથે સંકળાયેલા રહ્યા Dilip Kumar ! ક્યારેક કર્યું હતું ફળ વેચવાનું કામ

ફિલ્મનો પડદો હોય કે વાસ્તવિક જીવન ..., હંમેશાં ખેતી સાથે સંકળાયેલા રહ્યા Dilip Kumar ! ક્યારેક કર્યું હતું ફળ વેચવાનું કામ
Dilip Kumar

બહુ જ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલા દિલીપકુમાર ફળનો વ્યવસાય કરતા હતા અને નૈનીતાલમાં એક સફરજનના બગીચાની ખરીદી પણ કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 07, 2021 | 12:50 PM

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર હવે નથી રહ્યા. દિલીપ કુમારે સિનેમામાં એક મહાન વારસો છોડીને ચાલ્યા ગયા. તેઓ હંમેશા તેમની ઘણી શ્રેષ્ઠ ફિલ્મ્સ માટે યાદ રહેશે, જેની સૂચિ ખૂબ લાંબી છે. દિલીપકુમારની ફિલ્મો, તેમના પાત્રો વિશે આપણે ઘણું જાણીએ છીએ. દિલીપ કુમારની ફિલ્મો વિશેની ખાસ વાત એ હતી કે તેમણે પહેલી ફિલ્મ જવાર ભાટાથી છેલ્લી ફિલ્મ કીલા સુધીમાં દરેક વર્ગનું પાત્ર ભજવ્યું હતું.

જે ફિલ્મોથી તેમને ખાસ ઓળખ મળી, તેમા તેમણે એક ગ્રામીણ માણસનું પાત્ર ભજવ્યું હતું, જે ખેતી સાથે સંકળાયેલું હતું. ફિલ્મ મેઘા ​​હોય કે નયા દૌર, ગંગા જમુના હોય કે સગીના મહાતો, આ ફિલ્મોમાં દિલીપ કુમારે એક ગ્રામિણ વ્યકિતની ભૂમિકા ભજવી છે. પરંતુ, ફક્ત પડદા પર જ નહીં, વાસ્તવિક જીવનમાં પણ તેમનું જીવન આ પ્રકારનું રહ્યું. હા, મહાન અભિનેતા દિલીપ કુમાર એક સમયે ખેતી સંબંધિત કામ કરતા.

તેમનું નામ ફળોના વ્યવસાય કરતા પરિવાર સાથે સંકળાયેલું હતું અને એટલું જ નહીં, તેમણે પોતે પણ લાંબા સમય સુધી ફળો વેચવાનું કામ કર્યું હતું. દિલીપ કુમારના જીવનના આ ન સાંભળેલા તથ્યને જાણો, જે જણાવે છે કે દિલીપ કુમારે માત્ર ફિલ્મી જગતમાં જ નહીં પણ કૃષિ ક્ષેત્રે પણ સરસ કામગીરી કરી હતી.

ખેડૂત દિલીપકુમારની વાર્તા

દિલીપકુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવર શહેરમાં થયો હતો. તેમના પિતા લાલા ગુલામ સરવર ખાન એક ફળોના વેપારી હતા. તે પછી તેમનો પરિવાર મુંબઇ આવ્યો હતો અને તેમણે મુંબઈમાં પણ ફળોનું કામ કર્યું હતું. તે મુંબઇના એક મોટા ફળોના વેપારી તરીકે જાણીતા હતા. આને કારણે દિલીપકુમાર પણ તેમના પિતાને ધંધામાં મદદ કરતા હતા અને ફળોનો વ્યવસાય કરતા હતા. એક અહેવાલ મુજબ, એક દિવસ કોઈ વાત પર પિતા સાથે બોલચાલ થઈ ગઈ તો દિલીપ કુમાર પુણે ચાલ્યા ગયા હતા.

અહેવાલ મુજબ અંગ્રેજી જાણવાના કારણે તેમને પુણેમાં બ્રિટીશ આર્મીની કેન્ટિનમાં સહાયકની નોકરી મળી ગઈ હતી. જોકે, થોડા દિવસો પછી તે પાછા મુંબઇ ફર્યા અને પિતા સાથે કામ કરતા. એવું નથી કે દિલીપ કુમાર ફળોના વ્યવસાયમાં ફ્લોપ થયા, તેઓ ફિલ્મ જગતની જેમ અહીં પણ સફળ રહ્યા. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેમના પિતાએ તેમને નૈનીતાલ જઇને સફરજનની વાડી ખરીદવાનું કામ સોંપ્યું હતું અને દિલીપ કુમારે આ કરાર માત્ર એક રૂપિયાની આગોતરા ચુકવણી પર કર્યો હતો.

આ પછી તેઓ ફિલ્મો તરફ વળ્યા અને વર્ષ 1944 માં તેમને ‘જવર ભાટા’ ફિલ્મમાં કામ મળ્યું. આ પછી, ઘણી ફિલ્મોની નિષ્ફળતા પછી, દિલીપ કુમારની હિટ ફિલ્મોની શરૂઆત 1947 માં આવેલી ફિલ્મ જુગ્નૂથી થઈ. આ પછી, હિટ ફિલ્મ્સની સૂચિમાં ઘણા નામ જોડાયા અને આ ફિલ્મોએ દિલીપકુમારને બોલિવૂડના એક મહાન અભિનેતા બનાવી દિધા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati