Badhaai Do BO Collection Day 1 : શું ભૂમિ અને રાજકુમાર રાવ દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા? જાણો ફિલ્મે કેટલા કરોડની કમાણી કરી

ભૂમિ પેડનેકર અને રાજકુમાર રાવની ફિલ્મ Badhaai Doનો કોન્સેપ્ટ સાવ અલગ છે. નિર્માતાઓને આશા હતી કે, સિનેમાઘરોમાં રિલીઝ થવાને કારણે ફિલ્મ સારી કમાણી કરી શકશે, પરંતુ શું આ ફિલ્મ નિર્માતાઓની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે, ચાલો જાણીએ

Badhaai Do BO Collection Day 1 : શું ભૂમિ અને રાજકુમાર રાવ દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા?  જાણો ફિલ્મે કેટલા કરોડની કમાણી કરી
Badhaai Do BO Collection Day 1 Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 9:37 AM

Badhaai Do BO Collection Day 1 : રાજકુમાર રાવ (Rajkummar Rao) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અભિનીત ફિલ્મ Badhaai Do આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ડિરેક્ટર હર્ષવર્ધન કુલકર્ણી (Harshwardhan Kulkarni) ની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ (Lavender Marriage)ની થીમ પર આધારિત છે, જેના પર ભાગ્યે જ કોઈ ફિલ્મ બની હોય. હાસ્ય અને જોક્સની વચ્ચે આ ફિલ્મ એક મોટો સંદેશ પણ આપે છે, જે કદાચ સમાજ સુધી પહોંચાડવો જરૂરી હતો. કોરોનાવાયરસ રોગચાળા (Coronavirus Pandemic) વચ્ચે સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ શાનદાર પ્રદર્શન કરવામાં સફળ રહી છે, તેની વાત કરીએ.

Badhaai Do ફિલ્મે શરૂઆતના દિવસે આટલા કરોડની કમાણી કરી હતી

ફિલ્મ બધાઈ દોને ફિલ્મ વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રિલીઝના પહેલા દિવસે સરેરાશ કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મબીટે બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર ફિલ્મની રિલીઝના પ્રથમ દિવસે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે કુલ 2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

જો કે આશા છે કે, ફિલ્મ વીકેન્ડમાં સારી કમાણી કરી શકે છે. વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું હોવાથી વીકેન્ડમાં આ ફિલ્મ જોવા માટે યુવાનો સિનેમા હોલમાં જાય તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે વીકેન્ડમાં ફિલ્મ કેટલો બિઝનેસ કરી શકે છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

લવંડર લગ્ન શું છે

રાજકુમાર અને ભૂમિની ફિલ્મ Badhaai Do લોકોમાં ચર્ચાનો વિષય રહી હતી. તેનું કારણ ફિલ્મની થીમ છે, જે લવંડર મેરેજ છે. જેમણે આ ફિલ્મ જોઈ છે તેઓ તો સમજી જ ગયા હશે કે આ લવંડર મેરેજ શું છે, પરંતુ જેઓ આ થીમથી અજાણ છે તેઓને જણાવી દઈએ કે લવંડર મેરેજ એ ગે અને લેસ્બિયન વચ્ચેના લગ્ન છે. સ્ત્રી અને પુરુષના લગ્ન સામાન્ય છે. હવે સમલૈંગિક લગ્નોને પણ માન્યતા મળી રહી છે, પરંતુ લવંડર લગ્ન વિશે જાણવું ખૂબ મુશ્કેલ છે. આમાં એક પુરુષ અને એક મહિલા પરિણીત છે, પરંતુ તે બંને ગે અને લેસ્બિયન છે. લવંડર મેરેજનો કોન્સેપ્ટ એવા લોકો માટે છે જેઓ સમાજના ડરને કારણે પરિવાર સાથે તેમના ગે અને લેસ્બિયન હોવાની વાત કરી શકતા નથી. પરિવારના દબાણમાં ગે અને લેસ્બિયન કપલ લગ્ન કરે છે, પરંતુ માત્ર સમાજને બતાવવા માટે

આ પણ વાંચો : ઓવૈસી ભાજપ અને અખિલેશ પર આક્રમક, પરંતુ આઝમ ખાન પ્રત્યે વ્યક્ત કરી સહાનુભૂતિ, કહ્યું તેમની સાથે અન્યાય થયો, ચોક્કસપણે નિર્દોષ સાબિત થશે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">