ખુબ જ દિલચસ્પ છે આથિયા અને કેએલ રાહુલની લવસ્ટોરી, જાણો કેવી રીતે થઈ શરુઆત અને કોણે કર્યુ પ્રપોઝ?

આથિયા અને કેએલની લવસ્ટોરી ઘણી ફિલ્મી છે. એક કોમન ફ્રેન્ડ દ્વારા બન્નેની મુલાકાત થઈ હતી. જે બન્ને વચ્ચે દોસ્તી થઈ અને તે બાદ બન્ને એકબીજાની નજીક આવતા ગયા તે બાદ બન્નેની તસવીરો એક જ લોકેશન પરથી સામે આવતી રહે છે.

ખુબ જ દિલચસ્પ છે આથિયા અને કેએલ રાહુલની લવસ્ટોરી, જાણો કેવી રીતે થઈ શરુઆત અને કોણે કર્યુ પ્રપોઝ?
Athiya - KL Rahul Love Story
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 5:34 PM

બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજરોજ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેના લગ્ન ખંડાલામાં સુનિલ સેટ્ટીના ફાર્મ હાઉસ થવાના છે, જેમાં બોલિવૂડ અને દેશની મોટી હસ્તીઓ હાજરી આપશે. લગ્ન પહેલા બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે રીલેશનમાં હતા ત્યારે બંનેએ પોતાના સંબંધોને ગુપ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેમની નિકટતા કોઈથી છૂપી રહી શકી નથી.

કેવી રીતે થઈ બન્નેની પહેલી મુલાકાત?

આથિયા અને કેએલની લવસ્ટોરી ઘણી ફિલ્મી છે. એક કોમન ફ્રેન્ડ દ્રારા બન્નેની મુલાકાત થઈ હતી. જે બન્ને વચ્ચે દોસ્તી થઈ અને તે બાદ બન્ને એકબીજાની નજીક આવતા ગયા તે બાદ બન્નેની તસવીરો એક જ લોકેશન પરથી સામે આવતી રહે છે, બન્ને વેકેશનમાં સાથે જોવા મળ્યા હતા. પહેલા તેમના પ્રેમ સંબંધની માત્ર અફવાઓ હતી, પરંતુ જ્યારે કેએલ રાહુલે બીસીસીઆઈના ડોક્યુમેન્ટમાં પાર્ટનર તરીકે આથિયા શેટ્ટીનું નામ લખ્યું ત્યારે તેમના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ હતી.

KL પહેલા આથિયા એક રેપરને કરી રહી હતી ડેટ

કેએલને મળતા પહેલા આથિયા એક અમેરિકન રેપરને ડેટ કરી રહી હતી. ત્યારે બન્નેના બ્રેક અપ થયા બાદ આથિયાની લાઈફમાં કેએલની એન્ટ્રી થઈ હતી. બન્નેએ એક એડ કૈમ્પસમાં સાથે કામ પણ કર્યુ છે. તેમજ ફ્રેંચની લક્ઝરી આઈવિયરના બ્રાંડ એમ્બેસેડર પણ છે. જે બાદ કેએલના કમરમાં વાગતા તેની સર્જરી કરવાની હતી જે માટે ક્રિકેટર જર્મની ગયો હતો. ત્યારે આથિયા પણ તેની સાથે જર્મની ગઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જે બાદ બન્ને એકબીજાની નજીક આવતા ગયા અને દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. જે દરમિયાન 18 એપ્રિલ 2020 ના રોજ, આથિયાએ કેએલ રાહુલને તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા. આથિયાએ બંનેની સુંદર તસવીર સાથે લખ્યું- હેપ્પી બર્થડે માય પર્સન.

તસવીરો દ્વારા રિલેશનશિપનો ખુલાસો

આથિયાએ સાઉથમ્પટનની એક હોટેલ રૂમની એક તસવીર પણ શેર કરી હતી જેમાં તેણે મોટા કદનું જેકેટ પહેર્યું હતું તે સ્થાન જાહેર કર્યા વિના. આ જેકેટ વાસ્તવમાં કેએલ રાહુલનું હતું, જેના કારણે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ હતી. કેટલીક તસવીરોમાં બંને એક સામાન્ય છોકરી સાથે જોવા મળ્યા હતા, જે એક જ સ્થળ અને એક જ સમયની તસવીર હતી. આ દરમિયાન બંનેએ એકસાથે તસવીરો શેર કરી ન હતી, પરંતુ આ તસવીરો સંબંધોની પુષ્ટિ કરવા માટે પૂરતી હતી.

આથિયા શેટ્ટીએ તેના હોટલના રૂમમાંથી એક તસવીર પણ શેર કરી હતી, જેમાં બેકગ્રાઉન્ડમાં તે જ સ્ટેડિયમ જોવા મળ્યું હતું. બંને એક જ લોકેશન પર હોવાના કારણે તેમના સંબંધોની અફવાઓને હવા મળવા લાગી હતી. તે જ સમયે કેએલ રાહુલે લંડનના રસ્તાઓ પર ફરતા પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં આથિયાનો ભાઈ અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો.

ઘણા પ્રસંગોએ, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી એક જ આઉટફિટમાં અલગ-અલગ પ્રસંગોએ જોવા મળ્યા હતા. ઘણી વખત કપલ ​​ગોલ સેટ કરતી વખતે, આથિયા રાહુલની હૂડી અને ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી. બન્નેએ પહેલું ગ્લેમરસ ફોટોશૂટ 16 જૂન 2021ના રોજ શેર કરવામાં આવ્યું હતું. આ કપલનું પહેલું પ્રોફેશનલ ફોટોશૂટ નુમી બ્રાન્ડ માટે હતું, જેની તસવીરો આથિયા શેટ્ટીએ 16 જૂને શેર કરી હતી.

જાહેરમાં બન્નેએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો

સંબંધોની અફવાઓ વચ્ચે, રાહુલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા 5 નવેમ્બર 2021 ના ​​રોજ આથિયાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેણે રોમેન્ટિક તસવીર સાથે લખ્યું, હેપ્પી બર્થડે માય લવ. સત્તાવાર દસ્તાવેજમાં અથિયાને ભાગીદાર બનાવીને સંબંધની પુષ્ટિ કરવામાં આવી હતી. જે સમયે આથિયા શેટ્ટી પણ કેએલ રાહુલ સાથે ઈંગ્લેન્ડ ગઈ હતી જે 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફિનાલે રમવા ગઈ હતી.

મેચ રમવા જતા ખેલાડીઓને તેમના પાર્ટનર સાથે ઉડવાની અને સાથે રહેવાની સુવિધા પણ મળે છે, આ માટે ખેલાડીએ સત્તાવાર દસ્તાવેજમાં પોતાનું નામ આપવું પડતું હતું. બંનેના સંબંધોની પુષ્ટિ ત્યારે મળી જ્યારે ક્રિકેટરે લોજિસ્ટિક્સ વિભાગના સત્તાવાર દસ્તાવેજમાં ભાગીદારની સામે આથિયા શેટ્ટીનું નામ લખ્યું.

કેએલ રાહુલ-આથિયા પહેલીવાર જાહેરમાં દેખાયા

અફવાઓ દરમિયાન કેએલ રાહુલની ઘણી તસવીરો સામે આવી હતી. ક્યારેક અથિયા મેચ જોવા સ્ટેડિયમ પહોંચી તો ક્યારેક વેકેશનમાં બંને ઘણી વખત એકબીજા સાથે સ્પોટ થયા. આ બધું હોવા છતાં, બન્નેએ ક્યારેય જાહેરમાં હાજરી આપી ન હતી. આ બંને પહેલીવાર અથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના પ્રીમિયરમાં દેખાયા હતા. આ દરમિયાન સુનીલ શેટ્ટી પણ તેની સાથે પહોંચી ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">