Koffee With Karan શો બંધ થતાં જ ટ્વીટર પર મીમ્સનો થયો વરસાદ, લોકોએ કહ્યું હાર્દિક પંડ્યાના દિલને ઠંડક મળશે

પોપ્યુલર ચેટ શો 'કોફી વિથ કરણ' (Koffee With Karan) ફરી ક્યારેય ટીવી પર નહીં આવે. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવ્યા બાદ, જ્યારે ફિલ્મ નિર્માતા કરણ જોહરના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે, ત્યારે મોટાભાગના લોકો મીમ્સ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Koffee With Karan શો બંધ થતાં જ ટ્વીટર પર મીમ્સનો થયો વરસાદ, લોકોએ કહ્યું હાર્દિક પંડ્યાના દિલને ઠંડક મળશે
After Karan Johar announcement twitter flooded with memesImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 3:39 PM

ટીવીનો પોપ્યુલર ચેટ શો ‘કોફી વિથ કરણ’ (Koffee With Karan) હવે ક્યારેય ઓન એર નહીં થાય. શોના હોસ્ટ અને ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar) પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 2004માં શરૂ થયેલા આ શોનો છેલ્લો એપિસોડ માર્ચ 2019માં આવ્યો હતો, જેમાં ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ શો ઘણીવાર વિવાદોથી ઘેરાયેલો રહેતો હતો, કારણ કે ચેટ શો દરમિયાન સ્ટાર્સ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં આવતા હતા. ગત સિઝનમાં આ શો ટ્રોલર્સના નિશાના પર આવ્યો હતો. જે બાદ તેને થોડા સમય માટે ઓફ એર કરવામાં આવ્યો હતો. પરંતુ કરણ જોહરની જાહેરાતના કારણે તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. જો કે, એક વર્ગ એવો પણ છે જે આ શો બંધ થવા પર ખુશી વ્યક્ત કરી રહ્યો છે અને ઉગ્રતાથી મીમ્સ શેર કરી રહ્યો છે.

કરણ જોહરે બુધવારે એક ટ્વિટમાં લખ્યું – આ શો મારા જીવનનો એક ભાગ રહ્યો છે. પરંતુ ભારે મનથી હું જાહેર કરું છું કે છ સિઝનના ટેલીકાસ્ટ પછી, હવે આ શો ક્યારેય ટીવી પર પાછો નહીં આવે. કરણ જોહરની આ જાહેરાત બાદ તેની પોસ્ટ પર લોકોની કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. તેના નિર્ણયથી ફેન્સ નિરાશ થયા છે, ત્યારે મોટાભાગના યુઝર્સ તેની મજાક ઉડાવતા જોવા મળે છે. કેટલાક લોકો કહે છે કે જ્યારે શો બંધ થવાથી હાર્દિક પંડ્યા સૌથી વધુ ખુશ થશે. હવે તેના દિલને પણ ઠંડક મળશે. આ સિવાય ઘણા યુઝર્સ ફની મીમ્સ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાલો પહેલા જોઈએ કે કરણ જોહરે પોતાના ટ્વીટમાં શું લખ્યું છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

કરણ જોહરનું ટ્વિટ અહીં જુઓ

લોકોએ કહ્યું- ફાઈનલી કેન્સર બંધ થઈ ગયું!

કરણ જોહરના આ શોમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના પર ભારે હોબાળો થયો હતો. ત્યારે કેએલ રાહુલ પણ તેની સાથે શોમાં હાજર હતો. બંને પર BCCI દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ માટે ખરાબ સ્વપ્નથી જેવું હતું.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">