Aryan Khan Drug Case: આર્યન ખાનને bail મળશે કે jail, કોર્ટ આજે સુનાવણી કરશે

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે. તમામ આરોપીઓને NCB ઓફિસમાં જ ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કારણ કે, આ સમયે કોઈ જેલ નવા આરોપીઓને લઈ રહી નથી.

Aryan Khan Drug Case: આર્યન ખાનને bail મળશે કે jail, કોર્ટ આજે સુનાવણી કરશે
આર્યન ખાનને જામીન મળશે કે જેલમાં જશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 10:47 AM

Aryan Khan Drug Case:કોર્ટ શુક્રવારે એટલે કે, આજે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર(Shahrukh khan son) આર્યન ખાન (Aryan Khan Drug Case) ની જામીન (Bail Plea)અરજી પર સુનાવણી કરશે.

ક્રૂઝ શિપ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સહિત આઠ આરોપીઓને મુંબઈની કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. તેમજ કોર્ટે કહ્યું છે કે, આ મામલાની સુનાવણી હવે વિશેષ NDPS કોર્ટ કરશે. કોર્ટમાં સતીશ માનશિંદે (Satish Manshinde)એ આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના કોર્ટના નિર્ણય બાદ તેણે જામીન માટે અરજી કરી હતી.

એનસીબી (NCB)એ કોર્ટ પાસેથી આર્યન ખાન અને અન્ય 7 આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડીની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, NCB હજુ પણ આ કેસમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડી રહી છે અને તેથી આ આરોપીઓ તેમની કસ્ટડીમાં રહે તે જરૂરી છે. કોર્ટના નિર્ણય બાદ, અત્યારે તમામ આરોપીઓને NCB કાર્યાલયમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે, કારણ કે, આ સમયે કોઈ જેલ નવા આરોપીઓને લેશે નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સતીશ માનશિંદે અને શાહરુખના મેનેજર આર્યનને મળ્યા

સતીશ માનશિંદે (Satish Manshinde)એ સુનાવણી પહેલા આર્યનને મળવા માટે કોર્ટ પાસે બે મિનિટનો સમય માંગ્યો હતો. જજે તેને પરવાનગી આપી. સતીશ માનશિંદેની સાથે શાહરૂખ ખાનના મેનેજર પણ આર્યનને મળવા આવ્યા. NCB વતી ASG અનિલ સિંહે ચર્ચામાં ભાગ લીધો હતો.

અર્ચિત કુમાર કસ્ટડીમાં

ગુરુવારે કુલ 9 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અર્ચિત કુમારને 8 લોકોની સુનાવણી પહેલા 9 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એનસીબીના જણાવ્યા અનુસાર, અર્ચિત પાસેથી 2.6 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને એનસીબી કહે છે કે, અર્ચિત ડ્રગ સપ્લાયર છે. એનસીબી અનુસાર, આર્યન અને અરબાઝની પૂછપરછમાં અર્ચિતનું નામ સામે આવ્યું હતું. જોકે, અર્ચિતના વકીલે એનસીબીના દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.

આ પણ વાંચો : Indian Air Force Day: ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ શક્તિશાળી લડાકુ વિમાનો પર એક નજર કે જેણે દુશ્મનોની ઉંઘ હરામ કરી નાખી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">