શું સિલ્વર સ્ક્રીન ઉપર ફરી આવી રહ્યા છે Govinda અને રવિના ? જાણો વિગતવાર

શું સિલ્વર સ્ક્રીન ઉપર ફરી આવી રહ્યા છે Govinda અને રવિના ? જાણો વિગતવાર
Raveena Tandon, Govinda

બોલિવૂડમાં એક સમયે રવિના ટંડન અને ગોવિંદાની જોડીએ ચાહકોને ભારે મનોરંજન આપ્યું હતું. શું આ જોડી ફરી ચાહકોને મનોરંજન કરવા માટે આવી રહી છે?

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 05, 2021 | 2:22 PM

રવિના ટંડન (Raveena Tandon) અને ગોવિંદા (Govinda) ની જોડી બોલીવુડના આઇકોનિક જોડીઓમાંથી એક કહેવામાં આવે છે. રવિના અને ગોવિંદાની જોડી ઘણી ફિલ્મોમાં તેમનો ઉત્કૃષ્ઠ અભિનય બતાવી ચુકી છે. હવે ટૂંક સમયમાં આ જોડી ફરીથી કમાલ બતાવવા માટે તૈયાર છે.

રવિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વાતનો ખુલાસો કરતા પોતાની અને ગોવિંદાની કેટલીક તસ્વીર શેર કરી હતી. જ્યાં રવિના ગોવિંદા સાથે કામ કરવાની પણ વાત કરી રહી છે. રવિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રવિનાએ તેમના અને ગોવિંદાના નવા પ્રોજેક્ટની ઘોષણા કરીને ચાહકોને ખૂબ જ સુંદર સરપ્રાઇઝ આપ્યું છે.

ગોવિંદા અને રવિનાના કરશે ગ્રેન્ડ રીયુનિયન

પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર ગોવિંદા સાથે એક તસ્વીર શેર કરતા રવિનાએ લખ્યું છે કે, ‘ગ્રેન્ડ રી-યુનિયન .. અમે ફરીથી સ્ક્રીન પર એક સાથે જોવા મળીશું પરંતુ ક્યારે? ક્યાં? અને કેવી રીતે? બસ જલ્દી આવી રહ્યા છીએ.

રવિનાની આ ઘોષણા બાદ ચાહકોના ખુબ જ મેસેજીસ આવવા લાગ્યા છે. ચાહકો આ નવા પ્રોજેક્ટની વિગતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફેવરેટ જોડીને ફરીથી સ્ક્રીન પર જોવાની ઉત્સુકતા ચાહકોની કમેન્ટ અને સંદેશાથી સ્પષ્ટ દેખાય છે.

એક યુઝરે લખ્યું – ઓહ વાહ શું વાત છે. તે જ સમયે, અન્ય ચાહકે લખ્યું – આ એક મોટા સમાચાર છે, રાહ નથી જોઇ શકતા. આ સાથે બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ આ સમાચારો અંગે ખુશી વ્યક્ત કરીને કમેન્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે, રવિના-ગોવિંદાની જોડીએ બડે મિયાં-છોટે મિયાં (Bade Miyan Chote Miyan), દુલ્હે રાજા (Dulhe Raja), અંખીયોં સે ગોલી મારે (Akhiyon Se Goli Maare), રાજા જી (Rajaji), આન્ટી નંબર 1 (Aunty No. 1) જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. લાંબા સમય પછી તેમની જોડીને સિલ્વર સ્ક્રીન પર જોવી એ ચાહકો માટે ટ્રીટથી ઓછુ નથી.

આ પણ વાંચો :- Aamir Khan Kiran Rao Divorce: છુટા પડયાના 24 કલાકમાં જ આમિર ખાન- કિરણ રાવ એકસાથે આવ્યા

આ પણ વાંચો :- Love Story : ટીવીના રામ-સીતાની રિયલ લાઈફમાં પણ બની જોડી, એકવાર નહીં પરંતુ 2 વાર કર્યા બંનેએ લગ્ન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati