અમિત શાહની હિન્દી ટિપ્પણી વચ્ચે એઆર રહેમાનના ટ્વિટથી હંગામો, જાણો શું છે મામલો ?

ગુરુવારે દિલ્હીમાં (delhi) રાજભાષા અંગેની સંસદીય સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે કે સરકાર ચલાવવાનું માધ્યમ રાજ ભાષા છે અને તેનાથી ચોક્કસપણે હિન્દીનું મહત્વ વધશે.

અમિત શાહની હિન્દી ટિપ્પણી વચ્ચે એઆર રહેમાનના ટ્વિટથી હંગામો, જાણો શું છે મામલો ?
Hindi controversy
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 10, 2022 | 9:52 AM

તમિલનાડુમાં (Tamilnadu)  મુખ્ય વિરોધ પક્ષ AIADMKએ શનિવારે કહ્યું કે, લોકો પોતાની સ્વતંત્ર ઇચ્છાથી હિન્દી શીખી શકે છે પરંતુ ભાષા થોપવી અસ્વીકાર્ય છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન (A R Rahman) દ્વારા તમિલ ભાષામાં (Tamil Language)  પોસ્ટ કરાયેલ એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની છે. AIADMKના ટોચના નેતાઓ પન્નીરસેલ્વમે દ્રવિડિયન આઇકોન સ્વર્ગસ્થ સીએન અન્નાદુરાઇને ટાંકીને કહ્યું હતું કે હિન્દી શીખવા ઇચ્છુક લોકો જરૂર પડે તો સ્વેચ્છાએ શીખી શકે છે. જો કે, લોકો પર હિન્દી થોપવુ ક્યારેય સ્વીકાર્ય નથી.

રહેમાનના ટ્વિટ પર યુદ્ધ છેડાયું

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પનીરસેલ્વમે જણાવ્યું હતું કે તેમની પાર્ટી અન્નાદુરાઈની વિચારધારાને ધ્યાનમાં રાખીને તમિલ અને અંગ્રેજીની બે ભાષાની નીતિમાં અડગ છે.,#StopHindiImposition.આ દરમિયાન ઘણા ટ્વિટર યુઝર્સે રહેમાનની પોસ્ટને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah)  હિન્દી પરની ટિપ્પણી અને વિવિધ ક્વાર્ટરની ત્યારબાદની પ્રતિક્રિયાઓ સાથે લિંક કરી. 7 એપ્રિલના રોજ અમિત શાહના નિવેદનના જવાબમાં કે હિન્દીને અંગ્રેજીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઈએ અને સ્થાનિક ભાષાઓ માટે નહીં, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કહ્યું કે, તે દેશની અખંડિતતાને નુકશાન પહોંચાડે છે. રહેમાને તસવીરનું કેપ્શન પોસ્ટ કર્યું ‘તમીઝાનાંગુ’જે એક તમિલ માટે આહવાન ગીતનો ઈશારો કરે છે.

તમને જણાવી દઈએ કે, પ્રખ્યાત તમિલ રાષ્ટ્રવાદી કવિ બરાથીદાસનની આ લોકપ્રિય કવિતામાંથી છે અને તે દર્શાવે છે કે તમિલ ભાષા તમિલ લોકોનો અધિકાર છે. કેન્દ્રમાં લાલ પૃષ્ઠભૂમિ સામે, સફેદ સાડી પહેરેલી સ્ત્રીનું કલાત્મક નિરૂપણ, તમિલ માતાના સૂક્ષ્મ સંદર્ભ અને હિન્દી લાદવાના વિરોધ તરીકે જોવામાં આવે છે.જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ હિન્દીનો વિરોધ કરવા અને તમિલને સંપૂર્ણ સમર્થન આપવા માટે લાલ પૃષ્ઠભૂમિ સાથે આ તસવીર પોસ્ટ કરવા બદલ રહેમાનની પ્રશંસા કરી છે, તો અન્ય કેટલાક યુઝર્સ તેની આકરી નિંદા કરી છે.

અમિત શાહે હિન્દી ભાષા વિશે વાત કરી હતી

ગુરુવારે દિલ્હીમાં રાજભાષા અંગેની સંસદીય સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) નિર્ણય લીધો છે કે સરકાર ચલાવવાનું માધ્યમ સત્તાવાર ભાષા છે અને તેનાથી ચોક્કસપણે હિન્દીનું મહત્વ વધશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ranbir Kapoor Alia Bhatt Wedding : મુંબઈના આ અદ્ભુત સ્થળે યોજાશે આલિયા-રણબીરના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન, તારીખ થઈ છે જાહેર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati