Annu Kapoor Hospitalized : છાતીમાં દુખાવો થતા પ્રખ્યાત અભિનેતા અન્નૂ કપૂર હોસ્પિટલમાં થયા દાખલ, હાલમાં સ્થિતિ સ્થિર

પ્રખ્યાત અભિનેતા અને ટીવી હોસ્ટ અન્નૂ કપૂરને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવો ઉપડતા પ્રખ્યાત અભિનેતા અન્નૂ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. તમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Annu Kapoor Hospitalized : છાતીમાં દુખાવો થતા પ્રખ્યાત અભિનેતા અન્નૂ કપૂર હોસ્પિટલમાં થયા દાખલ, હાલમાં સ્થિતિ સ્થિર
Annu Kapoor HospitalizedImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:03 PM

ફિલ્મ જગત માટે હાલમાં હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અને ટીવી હોસ્ટ અન્નૂ કપૂરને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવો ઉપડતા પ્રખ્યાત અભિનેતા અન્નૂ કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા છે. તમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અજય ગર્ગએ જણાવ્યું છે કે, અભિનેતા અને ટીવી હોસ્ટ અન્નૂ કપૂરને છાતીમાં સમસ્યા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાર્ડિયોલોજી ડોક્ટર સુશાંત વટ્ટઈ તેમની સારવાર કરી રહ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને ધીરેધીરે તેમની તબિયત સુધરી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, અન્નૂ કપૂરના મેનેજર સચિને જણાવ્યું છે કે, અન્નૂ કપૂરને Chest Congestion હોવાને કારણે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. આ જ કારણથી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આજે એટલે કે 26 જાન્યુઆરી, ગુરુવારની સવારે તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સાંજ થતા અન્નૂ કપૂરની તબિયત સુધરી છે, તેઓ વાતચીત કરી શકે છે અને ભોજન પણ કરી રહ્યાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હાર્ટ એટેક નથી આવ્યો

અન્નૂ કપૂરના મેનેજર સચિને સાથે સાથે એ પણ જણાવ્યું છે કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે એ સમાચાર ખોટા છે. અન્નૂ કપૂરને Chest Congestion હોવાને કારણે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. સારવારને કારણે ખુબ ઝડપથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

પ્રતિભાશાળી અભિનેતા છે અન્નૂ કપૂર

તમને જણાવી દઈએ કે, અન્નૂ કપૂર અભિનેતા હોવા ઉપરાંત એક અદભૂત હોસ્ટ પણ છે. ફિલ્મો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશેની તેમની વાતો દરેકને તેમના ફેન બનાવે છે. તમને જણાવી દઈએ કે, આ પ્રતિભાશાળી અભિનેતા એક મહાન ગાયક પણ છે. સિંગિંગ રિયાલિટી શોને હોસ્ટ કરવાની સાથે, તેણે તેની ગાયકીની કુશળતા પણ દર્શાવી.

તમને જણાવી દઈએ કે, બહુ પ્રતિભાશાળી અન્નૂ કપૂર એક સફળ નિર્દેશક પણ છે અને તેમણે રેડિયો જોકીની જવાબદારી પણ નિભાવી છે. તેણે 100 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. રાષ્ટ્રીય પુરસ્કારથી લઈને ફિલ્મફેર પુરસ્કાર સુધી, તેમને તેમની કારકિર્દીમાં ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્નૂ કપૂર ઘણી વખત ટીવી સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લેતા જોવા મળ્યા છે. અન્નૂ કપૂર ઈન્ડિયન આઈડલથી લઈને સારેગામા સુધીના ઘણા શોમાં ગેસ્ટ તરીકે દેખાય છે. આ દરમિયાન તે સ્પર્ધકોને ખૂબ પ્રોત્સાહિત કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">