ICU માં ભરતી Aniruddh Dave ની કોરોના સાથેની લડત, પોસ્ટ શેર કરીને ચાહકોને બોલી પત્ની- પ્રાર્થના કરો

તાજેતરમાં, અનિરુદ્ધ દવેની પત્ની શુભી આહુજાએ જણાવ્યું હતું કે અભિનેતાની હાલત સારી નથી. હવે શુભીએ બીજી એક પોસ્ટ શેર કરી છે. શુભીએ તેમની પોસ્ટ દ્વારા ફરી એકવાર તેમના અને અનિરુદ્ધ દવેના ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

ICU માં ભરતી Aniruddh Dave ની કોરોના સાથેની લડત, પોસ્ટ શેર કરીને ચાહકોને બોલી પત્ની- પ્રાર્થના કરો
Aniruddh Dave
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 07, 2021 | 7:52 PM

ટીવી જગતના જાણીતા અભિનેતા અનિરુદ્ધ દવે (Anirudh Dave) આજકાલ કોરોનાની જપેટમાં છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને કહ્યું હતું કે તે કોરોના પોઝિટિવ થયા છે. અનિરુદ્ધ દવે (Anirudh Dave Covid Positive) એ 23 એપ્રિલે એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે પોતાને કોરોના વાયરસ ચેપ લાગ્યો હોવાની માહિતી આપી હતી. તાજેતરમાં અનિરુદ્ધ દવેની પત્ની શુભી આહુજાએ કહ્યું હતું કે અભિનેતાની હાલત સારી નથી. હવે શુભીએ બીજી એક પોસ્ટ શેર કરી છે.

તેમની પોસ્ટ દ્વારા શુભીએ ફરી એકવાર તેમના અને અનિરુદ્ધ દવેના ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. શુભીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ગીત ગાતા જોવા મળી રહ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ વીડિયોને શેર કરતાં શુભીએ લખ્યું – ‘તમે જ સુર, તમે જ સંગીત, તમે જ સાથી, તમે જ મિત્ર, તમારાથી મારુ જગત સજે છે અનિરુદ્ધ. સાથ આપો અનિરુદ્ધ આપણે જીતીશું. અનિશ્ક તમને બોલાવી રહ્યો છે. ઘર બોલાવી રહ્યું છે. યાત્રા હજી લાંબી છે. અનિરુદ્ધ તેની લડાઈ લડી રહ્યો છે. અમને તમારી પ્રાર્થનાની જરૂર છે.

આ અગાઉ પણ શુભીએ અનિરુદ્ધનો ફોટો શેર કર્યો હતો, જેમાં અભિનેતા તેના 2 મહિનાના પુત્ર સાથે જોવા મળ્યો હતો. અનિરુદ્ધના આ ફોટા પર ઘણા યુઝર્સે કમેન્ટ કરી હતી અને તેમને ઝડપથી ઠિક થવાની પ્રાર્થના કરી હતી. શુભીની આ પોસ્ટ જોયા બાદ ઘણી હસ્તીઓએ પણ અનિરુદ્ધ દવે માટે પોસ્ટ શેર કરી હતી.

View this post on Instagram

A post shared by SHUBHHI (@shubhiahuja)

શુભીએ જણાવ્યું કે તેમણે પોતાના 2 મહિનાના બાળકને ઘરે મૂકીને પતિને મળવા હોસ્પિટલમાં જવું પડે છે. આ મુશ્કેલ સમયમાં બંનેને એકલા રાખવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે. અનિરુદ્ધ દવેએ તેમની સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને કહ્યું હતું કે તે કોરોના પોઝિટીવ થયા છે. તેમણે એક પોસ્ટ શેર કરી હતી, જેની સાથે તેમણે તેમને કોરોના વાયરસથી સંક્રમિત થવાની માહિતી આપી હતી. જેના કારણે તેમના ચાહકો ખૂબ ચિંતિત બન્યા હતા.

આ પણ વાંચો :- વિદેશી મૂળની આ અભિનેત્રીઓનો બોલિવૂડમાં જલવો, અભિનય અને ડાન્સિંગ જ નહીં, સિંગીગનો પણ ચલાવ્યો જાદુ

આ પણ વાંચો :- TMKOC : જુની અંજલિ ભાભી શોમાં પાછી ફરશે? Sunayana Fozdar એ આપ્યો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">