દાદીના મોતથી તૂટી ગઈ Ananya Panday, અભિનેત્રીને સાંત્વના આપવા માટે ઇશાન ખટ્ટર પહોંચ્યા તેમના ઘરે

ઇશન ખટ્ટરને તમે હંમેશાં અનન્યા પાંડે સાથે મસ્તી કરતા જોયા હશે. પરંતુ તાજેતરમાં જ જ્યારે અભિનેત્રી પર દુ:ખ આવી પડ્યું, ત્યારે તે સૌથી પહેલા તેમને મળવા પહોચ્યા હતા.

દાદીના મોતથી તૂટી ગઈ Ananya Panday, અભિનેત્રીને સાંત્વના આપવા માટે ઇશાન ખટ્ટર પહોંચ્યા તેમના ઘરે
Ananya Panday, Ishaan Khattar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 2:16 PM

અનન્યા પાંડે (Ananya Panday) ના દાદીનું તાજેતરમાં નિધન થયું હતું. અનન્યાને તેમની દાદીના અવસાનથી ઘણું દુ:ખ થયું છે અને આ દુ:ખની ઘડીમાં તેમને સાથ આપવા આવ્યા ઈશાન ખટ્ટર (Ishaan Khatter). ઈશાન ખટ્ટર જે છેલ્લા કેટલાક દિવસોથી અનન્યા પાંડે સાથેના તેમના સંબંધના સમાચારને લઈને હેડલાઈન્સમાં છે. તે અભિનેત્રીના ઘરે પહોંચ્યા હતા.

ઈશાનના ચહેરા પર પણ દુ:ખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અનન્યા અને તેમના પરિવારજનોને મળ્યા પછી તેઓ પાછા ચાલ્યા ગયા હતા. ઇશાન સિવાય અમિતાભ બચ્ચનની દૌત્રી નવ્યા નવેલી નંદા અને શયા કપૂર પણ અનન્યાનાં આ દુ:ખમાં સાહારો બનવા પહોંચી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અનન્યાની પોસ્ટ પર ઇશાને વરસાવ્યો પ્રેમ

અનન્યાએ તેમની દાદી સાથે ફોટા શેર કરીને તેમના માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. અભિનેત્રીએ લખ્યું, ‘મારી એન્જલ , જ્યારે દાદીનો જન્મ થયો હતો, ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે તે થોડા વર્ષોથી વધુ જીવી શકશે નહીં, પરંતુ મારી દાદીએ તેને ખોટું સાબિત કર્યું હતું. તેઓ 85 ની હોવા છતાં તે રોજિંદા કામ કરતા હતા. 7 વાગ્યે તે પોતાના લાલ બાલ અને બ્લોક હિલ્સ પહેરીને કામ પર નીકળતા હતા. તે દરરોજ મને પ્રેરણા આપતા હતા.

તેમણે મને શીખવ્યું કે જે તમને પસંદ હોય તે કરો અને જેનાથી તમને પ્રેમ હોય. તેમના ખૂબ નરમ હાથ હતા અને તે બેસ્ટ લેગ મસાજ દેતા હતા. તે હંમેશા મને હસાવતા હતા. તે અમારા પરિવારનું જીવન હતા. તમને કદી ભૂલી શકીશ નહીં દાદી. આઈ લવ યૂ.

અનન્યાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે, જ્યારે ઇશાને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે.

અહીં જુઓ અનન્યા પાંડેની પોસ્ટ

ખાલી-પીલીમાં દેખાયા

અનન્યા અને ઇશાન ફિલ્મ ખાલી-પીલીમાં સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મને ભલે મિશ્રિત પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ આ બંનેની જોડી અને કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી હતી.આ ફિલ્મ બાદ બંને એક બીજાની નજીક પણ આવી ગયા છે.

નવું વર્ષ સાથે ઉજવ્યું

ઇશાન અને અનન્યા માત્ર ખુશીમાં જ નહીં દુ:ખમાં પણ હંમેશાં એકબીજાની સાથે રહે છે. ઘણા દિવસોથી તેમના સંબંધોના સમાચારો પણ હેડલાઇન્સમાં છે. બંને સાથે લંચ અને ડિનર પર જાય છે. આ સિવાય નવા વર્ષે બંને એક સાથે માલદીવ ગયા હતા. તેમ છતાં બંનેએ એક સાથે ફોટા શેર કર્યા ન હતા, એરપોર્ટ પહોંચતા અને જતા સમયે અનન્યા અને ઇશાનને સાથે જોવામાં આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">