અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા વર્કપ્લેસ પર પોતાની જાતને અસુરક્ષિત અનુભવે છે

સ્ટાર કિડ્સ આજકાલ સોશિયલ મીડિયા ખુબ એક્ટિવ થઈ ગયા છે. તેમાં સુહાના ખાન, ઇરા ખાન, નવ્યા નવેલી નંદા અને ઇબ્રાહિમ અલી ખાન સહિતના ઘણા નામ ચર્ચામાં રહે છે.

  • tv9 webdesk37
  • Published On - 12:45 PM, 13 Jan 2021
Amitabh Bachchan's granddaughter feels insecure in the new workplace
અસુરક્ષિત મહેસૂસ કરે છે નવ્યા

સ્ટાર કિડ્સ આજકાલ સોશિયલ મીડિયા ખુબ એક્ટિવ થઈ ગયા છે. તેમાં સુહાના ખાન, ઇરા ખાન, નવ્યા નવેલી નંદા અને ઇબ્રાહિમ અલી ખાન સહિતના ઘણા નામ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ કામ કરવાના પ્લેસ પર પુરુષો દ્વારા તેને મૂર્ખ માનવામાં આવે છે. આ અંગે તેને વાત કરી હતી. થોડા સમય પહેલા જ નવ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું સેટિંગ પ્રાઈવેટમાંથી પબ્લિક કર્યું છે. ત્યારથી તે ખુબ ચર્ચામાં રહે છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી નવ્યાએ પિતા નિખિલ નંદાના પગલે ચાલી રહી છે.

navya naveli nanda feeling insecure

નવ્યા અમિતાભ બચ્ચનની દોહિત્રી છે

માત્ર 24 વર્ષીય નવ્યા ‘આરા’ ની કો ફાઉન્ડર છે. આરા એક હેલ્થકેર પોર્ટલ છે. આ પોર્ટલ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પર માહિતી આપે છે. તાજેતરમાં, નવ્યાએ લાઇવ ચેટ વિડિઓ દ્વારા કંપનીના કો-ફાઉન્ડર્સ સાથે વાત કરી. તેમાં નવ્યાએ ઇન્સિક્યોરીટી વિશે વાત કરી. તેમજ કામની જગ્યાએ કલીગ્સ દ્વારા અનુભવાતા દર વિષે પણ વાત કરી. નાવ્યાએ જણાવ્યું કે તે આ મુસીબતનો સામનો કઈ રીતે કરે છે.

વાતચીતમાં નવ્યાએ કહ્યું કે પુરુષ પ્રધાન જગ્યાએ કામ કરવામાં પોતાને કેટલી અસુરક્ષિત અનુભવે છે. તેમજ પુરુષો સાથે વાત કરવામાં પણ તે અસુરક્ષિત મહેસુસ કરે છે. નાવ્યાએ કહ્યું કે ઘણીવાર વેંડર્સ અને ડોક્ટર્સે પણ તેને બેવકૂફ સમજીને તેની સાથે ખરાબ રીતે વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Aara Health (@aarahealth)

નવ્યાએ કહ્યું દર વખતે એણે પોતાની જાતને સાબિત કરવી પડે છે. “આપણા સૌને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આ કારણે ઘભરામણ પણ થતી હોય છે. એવું લાગે છે કે આ વ્યક્તિ મને બેવકૂફ સમજે છે, આ મારી સાથે કેમ આવી રીતે વર્તન કરે છે? પછી હું વિચારું છે કે ઠીક છે, મારે મારી જાતને સાબિત કરવાની જરૂર છે”.