દરજીની એક ભૂલ બની ગઈ ફેશન, અમિતાભ બચ્ચને જણાવ્યો ફિલ્મ દીવારનો રોચક કિસ્સો

બિગ બીએ તાજેતરમાં જ આઇકોનિક ફિલ્મની એક તસ્વીર શેર કરી છે. જેની સાથે અમિતાભે તે લૂક વિશે વાત કરી છે, જે ખુબ પ્રખ્યાત થયો હતો. જાણો રસપ્રદ કિસ્સો.

દરજીની એક ભૂલ બની ગઈ ફેશન, અમિતાભ બચ્ચને જણાવ્યો ફિલ્મ દીવારનો રોચક કિસ્સો
અમિતાભ બચ્ચન
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jun 22, 2021 | 11:49 AM

70 ના દાયકામાં અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) એન્ગ્રી યંગ મેન તરીકે ઓળખવામાં આવતા હતા. જી હા એક સમય હતો જ્યારે એક પછી એક હીટ આપતા અમિતાભ બચ્ચનની ઓળખ એન્ગ્રી યંગ મેન તરીકે બની ગઈ હતી. તેમની સ્ટાઈલ ભારતના યુવાનો એક પછી એક અપનાવતા ગયા. અમિતાભનો નવો લૂક આવે કે યુવાનો તેની કોપી કરવાનું શરુ જ કરી દે.

દરજીની ભૂલથી બની ગઈ ફેશન

આમાંથી એક ડેનિમ બ્લુ શર્ટ અને ખાકી રંગના પેન્ટની ફેશન શરુ થઇ ગઈ હતી. જે અમિતાભે પ્રખ્યાત ફિલ્મ ‘દીવાર’માં પહેર્યા હતા. આ સાથે તેના ખભા પર દોરડું પણ લટકતું જોવા મળ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે આ લૂક દરજીની ભૂલનું પરિણામ હતું?

બિગ બીએ જણાવી ઘટના

વાત એમ છે કે બિગ બીએ તાજેતરમાં જ આઇકોનિક ફિલ્મની એક તસ્વીર શેર કરી છે. જેની સાથે અમિતાભે તે લૂક વિશે વાત કરી છે. અને કહ્યું છે કે ફિલ્મમાં આ લૂક કરવો પડ્યો હતો કેમ કે સિલાઈમાં દરજીએ ભૂલ કરી હતી.

ઘૂંટણ સુધી લાંબુ શર્ટ

અભિનેતાએ લખ્યું, “તે પણ શું દિવસો હતા દોસ્ત.. અને ગાંઠ વાળું શર્ટ.. તેની પણ એક કહાણી છે.. શૂટિંગનો પહેલો દિવસ.. શોટ તૈયાર.. કેમેરા રોલ કરવા માટે પણ તૈયાર.. અને ખબર પડી કે શર્ટ ઘણો લાંબો છે. જી હા શર્ટ લાંબુ બનાવી દેવામાં આવ્યું હતું, ઘૂંટણ સુધી લાંબુ હતું.. ડિરેક્ટર શર્ટ બદલવા કે અભિનેતા બદલવાની રાહ જોઈ શકે તેમ ન હતા. અને તેથી ગાંઠ બાંધવી પડી..”

અમિતાભની ફિલ્મો

અમિતાભ ઉપરાંત શશી કપૂર, પરવીન બોબી અને નીતુ સિંહ જેવા કલાકારો પણ ‘દીવાર’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ હવે ‘ચેહરે’, ‘ઝુંડ’, ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો: રામના નામે લૂંટ: રામજન્મ ભૂમિ ટ્રસ્ટના નામે આ લોકોએ કેવી રીતે કરી કરોડોની છેતરપિંડી? જાણો

આ પણ વાંચો: Conversion Racket: 1000 લોકોનું ધર્માંતરણ કરાવનાર ઉમર એક સમયે હતો હિંદુ, જાણો પ્રકાશમાંથી કેવી રીતે બન્યો ઉમર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati