સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન (Amitabh bachchan) સોશિયલ મીડિયાથી ઘણા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અડધી રાત્રે ટ્વીટ કર્યા બાદ તેઓને ટ્રોલ કરવામાં આવ્યા હતા. જો કે અમિતાભ ટ્રોલને ગણકાર્યા વગર પોતાના ફેન્સ સાથે પોતાના વિચાર અને જીવન વિશે પોસ્ટ્સ શેર કરતા રહે છે. ફરી એકવાર અમિતાભને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી છે. આ વખતે અમિતાભ સાથે સોનુનું (Sonu sood) નામ પણ આ ચર્ચામાં લેવાઈ રહ્યું છે.
વાત જાણે એમ છે કે અમિતાભે પોતાના સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે. અમિતાભે પોતાની ફિલ્મ રેશમા ઔર શેરાના એક લુક ટેસ્ટની તસ્વીર શેર કરી છે. જેને લઈને સોશિયલ મીડિયામાં (Social media) ખળભળાટ મચી ગયો છે. તસ્વીર આવતા જ ફેન્સ આ તસ્વીર પર સવાલ કરવા લાગ્યા છે કે શું આ ખરેખર બિગ બી છે કે સોનુ સૂદ? તમે પણ જો આ તસ્વીર ધ્યાનથી જોશો તો તમને પણ લાગશે કે સોનુ સૂદ જેવો જ આ મહાનાયકનો જૂનો લૂક લાગી રહ્યો છે.
People’s comments on Big B’s image
અમિતાભ બચ્ચને આ તસવીર પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં માથા પર પાઘડી, કાનમાં બાલી અને નાની મૂછ સાથે મોટી આંખોથી એવું જ લાગી રહ્યું છે કે આ સોનુ સૂદ જ છે. પણ ખરેખરમાં આ ફોટો રેશમા ઔર શેરા ફિલ્મનો છે. જે 1969 માં આવી હતી. અમિતાભે તસ્વીર સાથે લખ્યું છે “મારો લુક ટેસ્ટ … મારી પસંદગી થઈ હતી.”
એક યુઝરે લખ્યું, ‘પહેલી નજરે મને સોનુ સૂદ જેવા લાગ્યા’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે બિલકુલ સોનુ સૂદ જેવો દેખાઓ છો.’ આવા ઘણા યુઝરે કોમેન્ટ કરી છે. એક જણે લખ્યું છે કે ‘જો કોઈ ધ્યાનથી નહીં જુએ તો તે સોનુ સૂદ જ સમજશે.’ સોનુ સૂદના નામે અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર લોકોએ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર
આ પણ વાંચો: એવું તો શું થયું મીકા સિંહની કાર સાથે કે અડધી રાત્રે એકઠા થઇ ગયા 200 જણા? જુઓ Viral Video