AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યા પતિ અને સસરા સાથે જોવા મળી, કબડ્ડી ટીમને ચીયર કરવા પહોંચી અભિનેત્રી, જુઓ વીડિયો

છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે કંઇક સારું ન ચાલી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે. તે સાથે છૂટાછૂડાની ખબરો પણ સામે આવી રહી છે. તેમજ અભિષેક એક ઈવેન્ટમાં લગ્નની વીંટી વગર જોવા મળ્યો ત્યારે લોકો ચર્ચા કરવા લાગ્યા કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. જે બાદ સસરા, પતિ સાથે જોવા મળી હતી ઐશ્વર્યા.

છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યા પતિ અને સસરા સાથે જોવા મળી, કબડ્ડી ટીમને ચીયર કરવા પહોંચી અભિનેત્રી, જુઓ વીડિયો
Amid divorce talks Aishwarya spotted with abhishek and amitabh
Devankashi rana
| Edited By: | Updated on: Jan 07, 2024 | 12:47 PM
Share

સંબંધોમાં તીરાડોના એહવાલો વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન સસરા અમિતાભ બચ્ચન, પુત્રી આરાધ્યા બચ્ચન અને પતિ અભિષેક બચ્ચનની સાથે જોવા મળી હતી. તેણી તેની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સ ચીયર કરવા પહોંચી હતી. જોકે આ બીજી વાર હશે કે છૂટાછેડાની ખબરો વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન સસરા અને પતિ સાથે જોવા મળી હતી.

શનિવાર 6 જાન્યુઆરીની રાત્રે, તેઓ બધા મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યાં યોજાયેલી પ્રો કબડ્ડી લીગમાં પોતાની ટીમને ચીયર કરતા જોઈ શકાય છે. પતિ અને સસરા સાથે પુત્રી આરાધ્યા પણ જોવા મળી હતી.

ટીમને ચીયર કરવા પહોંચી ઐશ્વર્યા

અહીં ત્રણેયે જયપુર પિંક પેન્થર્સની જર્સી પહેરી હતી. જયપુર પિંક પેન્થર્સનો સામનો યુ મુમ્બા સામે હતો. સ્ટાર સ્પોર્ટ્સે X પર વિડિયો શેર કર્યો છે જે મેચ દરમિયાન લેવામાં આવ્યો હતો. જેમાં આરાધ્યાની બદલાયેલી હેરસ્ટાઈલ જોવા મળી હતી. ઐશ્વર્યા પણ તેના પતિની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી. જ્યાં મુમ્બા યુએ મેચમાં 31 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે જયપુર પિંક પેન્થર્સે 41 પોઈન્ટ મેળવીને જીત મેળવી હતી.

તમને જણાવી દઈએ કે, અભિષેક બંટી વાલિયા સાથે જયપુર પિંક પેન્થર્સનો કો-ઓનર છે. ટીમે 2014માં પ્રો કબડ્ડી લીગમાં રમવાનું શરૂ કર્યું હતું. રાજ શમાની સાથેના પોડકાસ્ટમાં અભિષેકે ટીમમાં રોકાણ વિશે વાત કરી. કહ્યું, ‘અમને કંઈ ખબર ન હતી, ટીમ કેવી રીતે બનાવવી, ટીમને કેવી રીતે જાળવી રાખવી, રનિંગ ખર્ચ શું છે, કંઈ જ નહીં. તે ખરેખર અંધારામાં તીર મારવા જેવું હતું.

ઐશ્વર્યા પતિ અને સસરા સાથે જોવા મળી

છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે કંઇક સારું ન ચાલી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે. તે સાથે છૂટાછૂડાની ખબરો પણ સામે આવી રહી છે. તેમજ અભિષેક એક ઈવેન્ટમાં લગ્નની વીંટી વગર જોવા મળ્યો ત્યારે લોકો ચર્ચા કરવા લાગ્યા કે તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. આટલું જ નહીં, કેટલાકે એવું પણ કહ્યું કે ઐશ્વર્યા તેના સાસરાનું ઘર છોડીને તેના પિયરમાં શિફ્ટ થઈ ગઈ છે. પરંતુ આ બધા તેમની દીકરીના સ્કૂલ ફંક્શન દરમિયાન સાથે જોવા મળ્યા હતા અને તે બાદ તેઓ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">