હૈદરાબાદના સધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે ‘પુષ્પા 2’ ફિલ્મના પ્રિમીયર દરમિયાન ફેન્સ બેકાબૂ થયા અને તેમા થયેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં એક 35 વર્ષિય મહિલાનું મોત થયુ હતુ. આ મોતના એક સપ્તાહ કરતા વધુ સમય વિત્યા બાદ હૈદારબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. અલ્લુ અને તેના બોડીગાર્ડ સંતોષની પણ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ અલ્લુ અર્જુનને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે. તેમને લઈને પોલીસની ગાડી હૈદરાબાદના ચિકડપલ્લી પોલીસ સ્ટેશન રવાના થઈ છે. આ સમગ્ર મામલો હવે કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે.
ધરપકડ બાદ અલ્લુ અર્જુનના વકીલ કોર્ટમાં દોડી ગયા છે અને કોર્ટમાં તેમણે અલ્લુ અર્જુનના કેસની ઈમરજન્સી સુનાવણી કરવાની માગ કરી છે અને તેને આ સમગ્ર કેસમાં સોમવાર સુધીની રાહત આપવાની પણ અપીલ કરી છે. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરનું કહેવુ છે કે પોલીસ સાથે ચર્ચા બાદ આ કેસમાં વધુ જાણકારી સામે આવશે. હાલ તો કોર્ટમાં સુનાવણી સ્થગિત કરી દેવાઈ છે.
અલ્લુની ધરપકડ બાદ તેના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યાા છે. હૈદરાબાદ સ્થિત ચિકડપલ્લી પોલીસ સ્ટેશનના એસીપી એલ રમેશકુમારે પુષ્ટિ કરી કે પ્રિમિયર શો દરમિયાન થયેલી ધક્કામુક્કી મામલે અલ્લુ અર્જુનની ધરપકડ કરાઈ છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર અલ્લુ અર્જુને પોલીસના વ્યવહાર સામે આપત્તિ વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે પોલીસે બ્રેકફાસ્ટ પણ ખતમ ન કરવા દીધો અને બેડરૂમમાંથી સીધી તેની ધરપકડ કરી હતી. તેને કપડાં બદલવાનો પણ સમય ન આપવામાં આવ્યો.
અલ્લુ અર્જુનના મેડિકલ ચેકઅપ માટે પોલીસે તેને ગાંધી હોસ્પિટલ લઈને પહોંચી છે. એ પહોંચે એ પહેલા ત્યા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
#WATCH | Telangana: Actor Allu Arjun being taken for medical examination from Chikkadpally police station in Hyderabad
As per L Ramesh Kumar, ACP Chikkadpally, Allu Arjun has been arrested in connection with the case of death of a woman at Sandhya theatre on December 4. pic.twitter.com/uKhCxYYcew
— ANI (@ANI) December 13, 2024
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:12 pm, Fri, 13 December 24