Alaya Fએ કોરોનામાંથી સાજા થયા બાદ કર્યો ખુલાસો, કહ્યું મારામાં કોઈ લક્ષણો નથી

Alaya Fએ આ મેસેજ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે કે તેનામાં લક્ષણો ન હોવા છતાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્હોન અને તેની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

Alaya Fએ કોરોનામાંથી સાજા થયા બાદ કર્યો ખુલાસો, કહ્યું મારામાં કોઈ લક્ષણો નથી
Alaya F recovers from COVID
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 8:46 AM

Alaya F : બોલિવૂડ (Bollywood)માં કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે. કોરોનાની આ નવી લહેરમાં બોલિવૂડ સેલિબ્રેટિ પણ જ ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા છે. જોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર અને એકતા કપૂર (Ekta Kapoor)કોરોના પોઝિટિવ (Corona positive)આવ્યા છે. તે તમામ પોઝિટિવ આવ્યા બાદ તેમનામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.તે તમામ લોકો ઘરે આઈસોલેશન (Isolation)માં છે.

આ પછી હવે અલાયા એફએ જણાવ્યું કે, તેનો કોવિડ રિપોર્ટ (Covid Report) એક અઠવાડિયા પહેલા પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેને કોઈ લક્ષણો જણાતા ન હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by ALAYA F (@alayaf)

મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો : Alaya F

તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરતા, અભિનેત્રી Alaya Fએ લખ્યું, “હેલો ! એક અઠવાડિયા પહેલા મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મને કોઈ લક્ષણો નહોતા અને મારી આસપાસના કોઈને પણ કોઈ લક્ષણો નહોતા. ખાતરી માટે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરતા પહેલા, મેં 30મી ડિસેમ્બરના રોજ મે ફરીથી ટેસ્ટ કરાવ્યો અને હવે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેં મારું ક્વોરેન્ટાઇન ચાલુ રાખ્યું અને તેની સંપૂર્ણ પુષ્ટિ કરવા માટે 1 જાન્યુઆરીએ બીજો ટેસ્ટ કરાવ્યો. હું હવે બે વાર નેગેટિવ આવી છું.

કૃપા કરીને માસ્ક પહેરો અને તમારી સંભાળ રાખો

Alaya Fએ માહિતી આપી છે કે તેણીમાં કોઈ લક્ષણો નહોતા પરંતુ તેમ છતાં તેને ટેસ્ટ કરાવ્યો હતો. તેણે આગળ લખ્યું કે, આ સમય દરમિયાન હું આઈસોલેટ થઈ હતી અને મારા સંપર્કમાં રહેલા દરેકને ટેસ્ટ કરવા કહ્યું હતું. સદનસીબે, હું હવે કોવિડ નેગેટિવ છું. દરેકને સાવચેત રહેવાનું કહેતાં તેણે લખ્યું કે મેં અનુમાન પર પૂર્ણવિરામ મૂકવા માટે આને સામે લાવવાનું જરૂરી માન્યું. કૃપા કરીને માસ્ક પહેરો અને તમારી સંભાળ રાખો અને આ સ્થિતિને હળવાશથી ન લો. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

જ્હોન, એકતા અને મૃણાલનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ

Alaya Fએ આ મેસેજ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે કે, તેનામાં લક્ષણો ન હોવા છતાં તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આવા ઘણા કિસ્સાઓ છે જ્યાં કોઈ કહી શકતું નથી. એટલા માટે તે આ વાત તેના ફેન્સ સાથે શેર કરવા માંગતી હતી. જોન અને તેની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

આ પણ વાંચો : Bihar Corona Update : નાલંદા મેડિકલ કોલેજના 72 ડોકટરો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, આરોગ્ય વિભાગમાં દોડધામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">