અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઇને વિવાદ, કરણી સેના અને ગુર્જરો મેદાનમાં

અક્ષય કુમારની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ને લઇને વિવાદ, કરણી સેના અને ગુર્જરો મેદાનમાં
Prithviraj

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત, સોનુ સૂદ પણ મુખ્ય ભૂમિકામાં છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર આ ફિલ્મમાં સંયોગિતાના રોલમાં જોવા મળશે. તેના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 01, 2021 | 8:50 AM

બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારની (Akshay Kumar) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની (Prithviraj) રિલીઝની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દેશના ઈતિહાસમાં એક મહાન યોદ્ધા અને રાજા પૃથ્વીરાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મને લઈને રાજસ્થાનમાં (Rajasthan) વિવાદ વધી ગયો છે. કરણી સેના અને ગુર્જરો દ્વારા ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપવામાં આવી છે અને કહ્યું છે કે જો ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવશે તો તેઓ સહન નહીં કરે.

યશરાજ ફિલ્મ પ્રોડક્શનની આગામી ફિલ્મ પૃથ્વીરાજ સામે કરણી સેના સાથે ગુર્જરોએ વાંધો ઉઠાવ્યો છે. કરણી સેનાએ વાંધો ઉઠાવતા કહ્યું કે છેલ્લા ક્ષત્રિય હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારની આ ફિલ્મનું શીર્ષક માત્ર ‘પૃથ્વીરાજ’ છે જે આટલા મોટા યોદ્ધા માટે બિલકુલ આદરણીય નથી.

શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ કહ્યું કે આનાથી વધુ અપમાનજનક ફિલ્મ શું હોય. તેનો અંદાજ લગાવી શકાય છે. ફિલ્મનું શીર્ષક પૃથ્વીરાજ નહીં, પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ હોવું જોઈએ. જો શીર્ષક બદલવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.

ગુર્જર નેતા હિંમત સિંહ ગુર્જરે કહ્યું, ‘પરંતુ આ વખતે માત્ર કરણી સેના જ વિરોધ કરવા મેદાનમાં ઉતરી નથી. રાજસ્થાનમાં ગુર્જર આરક્ષણ માટે લડી રહેલા ગુર્જરોએ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. ગુર્જરોનું કહેવું છે કે પૃથ્વીરાજ ચૌહાણ ગુર્જર નહીં, પણ રાજપૂત હતા.

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સંજય દત્ત, સોનુ સૂદ પણ મુખ્ય ભૂમિકામાં છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર આ ફિલ્મમાં સંયોગિતાના રોલમાં જોવા મળશે. તેના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે.

આ પણ વાંચો –

Happy Birthday Udit Narayan : ઉદિત નારાયણ સ્ટ્રગલના દિવસોમાં હોટલમાં ગાતા હતા ગીત, 10 વર્ષ પછી આ ગીતે આપી ઓળખ

આ પણ વાંચો – UP Elcection: ચૂંટણી પહેલા PM મોદી યુપીના વિવિધ વિસ્તારોની ડિસેમ્બરમાં લેશે મુલાકાત, જનતાને ભેંટ કરશે કેટલીય યોજનાઓ

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 1 ડિસેમ્બર : નવું રોકાણ કરતા પહેલા જાણકાર વ્યક્તિની સલાહ લો, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati