Film Samrat Prithviraj Controversy : અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર ઓમાન અને કુવૈતમાં પ્રતિબંધ, જાણો ફિલ્મ સાથે જોડાયેલા અત્યાર સુધીના વિવાદો

Akshay Kumar Samrat Prithviraj Banned :ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ (Prithviraj Chauhan)પરની આ ફિલ્મ ચાંદ બરદાઈ લખી હતી કવિતા પૃથ્વીરાજ રાસો પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લર અને સોનુ સૂદ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Film Samrat Prithviraj Controversy : અક્ષય કુમારની 'સમ્રાટ પૃથ્વીરાજ' પર ઓમાન અને કુવૈતમાં પ્રતિબંધ, જાણો ફિલ્મ સાથે જોડાયેલા અત્યાર સુધીના વિવાદો
જાણો અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ કયા વિવાદોમાં ફસાયેલી હતીImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 3:08 PM

Prithviraj Controversy : અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) ‘ને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 3 જૂને રિલીઝ થવા જઈ રહી છે. માનુષી છિલ્લર પણ અક્ષય કુમાર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળશે, જે આ ફિલ્મથી બોલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કરી રહી છે. એક તરફ જ્યાં ફિલ્મ (Film) રિલીઝ માટે તૈયાર છે .તો બીજી તરફ ફિલ્મને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ઓમાન અને કુવૈત જેવા સ્થળોએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ફિલ્મ મોટા પડદા પર દેશ માટે બલિદાન આપનાર બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથા બતાવવા જઈ રહી છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે પોતાના એક ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ કુવૈત અને ઓમાનમાં રિલીઝ થશે નહીં. ત્યાંની સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગિરીશ જોહરનું ટ્વીટ

જાણો અક્ષયની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ કયા વિવાદોમાં ફસાયેલી હતી

આ પહેલીવાર નથી કે, જ્યારે ફિલ્મને લઈને વિવાદ સામે આવ્યો હોય. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર બનેલી આ ફિલ્મ પર ગુર્જર સમુદાયથી લઈને કરણી સેનાએ પોતાનો વાંધો ઉઠાવ્યો હતો. આ ફિલ્મની જાહેરાત બાદ અત્યાર સુધી તેના પર શું વિવાદ થયો છે, ચાલો તેના પર એક નજર કરીએ.

ગુર્જર સમુદાયનો દાવો- ગુર્જર હતા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ

આ ફિલ્મની જાહેરાત બાદથી ગુર્જર સમુદાય અને કરણી સેના બંને દાવો કરી રહ્યા છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ તેમની જાતિના હતા. અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, પૃથ્વીરાજ ગુર્જર સમુદાયના છે, તેથી તેમને ફિલ્મમાં રાજપૂત તરીકે નહીં પણ ગુર્જર સમ્રાટ તરીકે રજૂ કરવામાં આવે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે જો ફિલ્મમાં પૃથ્વીરાજને રાજપૂત તરીકે દર્શાવવામાં આવશે તો તે ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં, મહાસભાના રાજસ્થાન રાજ્ય અધ્યક્ષ, મનીષે દાવો કર્યો હતો કે તેઓ ઐતિહાસિક પુરાવા સાથે ફિલ્મના નિર્માતાઓને મળ્યા હતા, પરંતુ નિર્માતાઓએ તેમના દ્વારા રજૂ કરાયેલા તથ્યોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

કરણી સેનાએ ફિલ્મનું ટાઇટલ બદલવાની માંગ કરી હતી

બીજી તરફ, રાજપૂત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી કરણી સેનાએ મેકર્સ પાસે ફિલ્મનું ટાઇટલ પૃથ્વીરાજ બદલવાની માંગ કરી હતી. કરણી સેનાએ મેકર્સને ધમકી આપી હતી કે જો ફિલ્મનું ટાઇટલ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ નહીં કરવામાં આવે તો તેઓ ફિલ્મની રિલીઝનો વિરોધ કરશે. જો કે કરણી સેનાની આ ધમકી બાદ ફિલ્મના નિર્માતાઓએ અક્ષયના પૃથ્વીરાજનું નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરવું પડ્યું હતું.

દિલ્હી હાઈકોર્ટે પૃથ્વીરાજની જાતિની અરજી ફગાવી દીધી

સમ્રાટ પૃથ્વીરાજની જાતિનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. પૃથ્વીરાજ ગુર્જર છે કે, રાજપૂત તે અંગે ગુર્જર સમાજ સર્વ સંગઠને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એનડીટીવીના અહેવાલ મુજબ, આ મામલાની સુનાવણી કરતી વખતે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ સચિન દત્તાએ અરજીને ફગાવી દીધી અને પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ફિલ્મમાં જાતિ સંબંધિત કંઈ નથી. આ ફિલ્મ તટસ્થ કાસ્ટ કરવામાં આવી છે, જેમાં સમ્રાટ પૃથ્વીરાજ ગુર્જર હતા કે રાજપૂત તે ક્યાંય કહેવામાં આવ્યું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">