Bachchan Pandey Review: અક્ષય કુમારની ફિલ્મમાં છે મનોરંજનનો સંપૂર્ણ મસાલો, હોળીની રજા માટે ફેમિલી એન્ટરટેનર

અક્ષય કુમારે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ખરેખર બોલિવૂડનો ખિલાડી કુમાર છે. તેણે ફિલ્મમાં તેના નકારાત્મક પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તેમની બિહારી ડાયલોગ ડિલિવરી અદ્ભુત હતી. કૃતિ સેનનનું કામ શાનદાર હતું.

Bachchan Pandey Review: અક્ષય કુમારની ફિલ્મમાં છે મનોરંજનનો સંપૂર્ણ મસાલો, હોળીની રજા માટે ફેમિલી એન્ટરટેનર
Bachchan Pandey
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Mar 18, 2022 | 4:38 PM


ફિલ્મ – બચ્ચન પાંડે
કલાકારો – અક્ષય કુમાર, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, પંકજ ત્રિપાઠી અને અન્ય
ડિરેક્ટર – ફરહાદ સામજી
સ્ટાર્સ – 3.5

અક્ષય કુમાર, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ સ્ટારર ફિલ્મ ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey) ચાહકોની લાંબી રાહ જોયા બાદ આખરે સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિક પહેલા જ લોકોના દિલ જીતી ચૂક્યા છે અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તો ચાલો જાણીએ કે શું અક્ષય કુમારની (Akshay Kumar) આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બનાવવામાં સફળ રહેશે? ફિલ્મની વાર્તા કેવી છે અને ફિલ્મની કલાકારોએ કેવી રીતે કામ કર્યું છે?

બચ્ચન પાંડેની સ્ટોરી

આ ફિલ્મમાં કૃતિ સેનન (માયરા) નિર્દેશકની ભૂમિકામાં છે. જે એક ગેંગસ્ટરના જીવન પર ફિલ્મ બનાવવા માંગે છે. ઘણી શોધ પછી, તેની શોધ બચ્ચન પાંડે એટલે કે અક્ષય પર પૂરી થાય છે. અક્ષયનો લુક તો ખતરનાક જ છે પરંતુ તેની પર્સનાલિટી પણ ઘણી ડરામણી દેખાઈ રહી છે. સાથે જ આ ફિલ્મમાં અક્ષય જેકલીનનો બોયફ્રેન્ડ બની ગયો છે. જેની હત્યા તે પોતે જ કરે છે.

બચ્ચન પાંડે એટલો હ્રદયહીન છે કે તે કોઈનો જીવ લેવાનું એક વાર પણ વિચારતો નથી. બચ્ચન પાંડેના જીવન અંગે વધારે જાણવા માટે કૃતિ તેના મિત્ર વિશુ એટલે કે અરસદ વારસીને મળે છે. જે પછી ફિલ્મનો ક્લાઈમેક્સ કોમેડી, ડ્રામા, એક્શન અને ફિલ્મમાં ઘણા ટ્વિસ્ટ-ટર્ન સાથે રસપ્રદ વળાંક પર આવે છે.

અભિનય

અક્ષય કુમારે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ખરેખર બોલિવૂડનો ખિલાડી કુમાર છે. તેણે ફિલ્મમાં તેના નકારાત્મક પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તેમની બિહારી ડાયલોગ ડિલિવરી અદ્ભુત હતી. કૃતિ સેનનનું કામ શાનદાર હતું. આ ફિલ્મમાં જેક્લીનનો કેમિયો છે, ત્યારે તેને બહુ સ્ક્રીન સ્પેસ મળી ન હતી. અરશદ વારસીએ હંમેશા પોતાના કામ સાથે ન્યાય કર્યો છે અને આ વખતે પણ તે પોતાની કોમિક ટાઈમિંગથી દિલ જીતવામાં સફળ રહ્યો છે.

આ સિવાય પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, અભિમન્યુ સિંહ, પ્રતિક બબ્બરે પણ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. ફરહાદ સામજીએ ફિલ્મનું દિગ્દર્શન પણ અદ્ભુત રીતે કર્યું છે. જે રીતે ફિલ્મની અપેક્ષા હતી, ચોક્કસ આ ફિલ્મ તેના પર ખરી ઉતરવી જોઈએ કારણ કે તેમાં મનોરંજનનો સંપૂર્ણ મસાલો છે. આવી સ્થિતિમાં, હવે જ્યારે તહેવારોનો વીકએન્ડ છે, ત્યારે તમે કોઈપણ તક ગુમાવ્યા વિના તમારા પરિવાર સાથે આ ફિલ્મનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચો : The Kashmir Files BO Collection Day 7 :’ધ કાશ્મીર ફાઇલ્સ’ રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી

આ પણ વાંચો : આર માધવનને The Kashmir Files ના બોક્સ ઓફિસ કલેક્શનની થઈ ઈર્ષા ! અભિનેતાએ જણાવ્યુ આ કારણ


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati