15 જાન્યુઆરીનો રોજ આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે આર્મી દિવસની બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમારે ઉજવણી કરી હતી. અક્ષય કુમાર આજના દિવસે આર્મીના જવાનો સાથે વોલીબોલ મેચ રમતા અને મેરેથોનમાં જોવા મળ્યા હતા. અક્ષય કુમારે 15 જાન્યુઆરી શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) અક્ષય કુમારે વીડિયો શેર કરીને લખ્યું "મને સૈન્યના બહાદુર સૈનિકોને મળવાની તક મળી. તેમજ આર્મી ડે નિમિતે મેરેથોનમાં ભાગ લેવાનો અને બહાદુર સૈનિકો સાથે વોલીબોલ રમવાનો અવસર મળ્યો. "અક્ષય કુમારે વોલીબોલ રમતા સમયનો વીડિયો પણ શેર કર્યો છે. જવાનો અને અક્ષયે બ્લેક કપડામાં જોવા મળે છે. અક્ષય હાલમાં રાજસ્થાનના જેસલમેરમાં આગામી ફિલ્મ 'બચ્ચન પાંડે'નું શૂટિંગ કરી રહ્યો છે. તેના શૂટિંગના લોકેશનની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ છે. શૂટિંગ નાચના હવેલીમાં ચાલી રહી છે. [caption id="attachment_218599" align="aligncenter" width="795"] અક્ષય કુમાર આગામી ફિલ્મ બચ્ચન પાંડેના શૂટિંગમાં વ્યસ્ત છે[/caption] અક્ષયકુમારે ફિલ્મનો ફસ્ટ લૂક જાહેર કરતા લખ્યું હતું કે 'નવા વર્ષે જુનું ગ્રૂપ, બચ્ચન પાંડેનું શૂટિંગ શરૂ થયું ગયું છે. મારી અને સાજિદ નડિયાદવાલાની સાથે આ 10મી ફિલ્મ છે. અમે આગળ પણ જોડી ટકાવી રાખીશું. તમારી શુભેચ્છાઓની આવશ્યકતા છે. લુક વિશે તમારા અભિપ્રાય જણાવજો. આ પણ વાંચો: ANNA HAZAREએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, કહ્યું કે ‘ખેડુતોના મુદ્દે જાન્યુઆરીના અંતમાં ભૂખ હડતાલ કરશે’