ગુજરાતની ગાયિકા ઐશ્વર્યા મજમુદાર અને દુબઈના બિઝનેસમેન સગાઈના બંધનમાં જોડાયા

ગુજરાતની ગાયિકા ઐશ્વર્યા મજમુદાર અને દુબઈના બિઝનેસમેન સગાઈના બંધનમાં જોડાયા

ગુજરાતની સંગીત દુનિયામાં જેમણે પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. અને પોતાના સ્વરમાં ગુજરાતી ગરબાઓના ગાયનથી યુવાનોમાં થનગનાટ લાવનાર ઐશ્વર્યા મજમુદારે પોતાનો હાથ મુલ્કરાજ ગઢવીને આપી દીધો છે. ઐશ્વર્યા અને મુલ્કરાજ બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આ ખૂશીની […]

TV9 Webdesk12

|

Jul 13, 2019 | 6:07 PM

ગુજરાતની સંગીત દુનિયામાં જેમણે પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. અને પોતાના સ્વરમાં ગુજરાતી ગરબાઓના ગાયનથી યુવાનોમાં થનગનાટ લાવનાર ઐશ્વર્યા મજમુદારે પોતાનો હાથ મુલ્કરાજ ગઢવીને આપી દીધો છે. ઐશ્વર્યા અને મુલ્કરાજ બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને આ ખૂશીની જાણકારી આપી છે. ગુજરાતની આ લોકગાયિકા વિશે તો તમને ખ્યાલ જ હશે. પરંતુ ઐશ્વર્યા જેની સાથે જીવનના પથ પર આગળ વધી રહ્યા છે તે મુલ્કરાજ કોણ છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુલ્કરાજ ગઢવી દુબઈમાં બિઝનેસમેન છે. અને તેઓ પોતે પણ સંગીતમાં ઊંડો રસ ધરાવે છે. પોતાની રુચીને શબ્દોમાં ઉતારતા મુલ્કરાજે પોતાના માતા-પિતા માટે ગીતની રચના પણ કરી હતી. અને તેને સ્વરબદ્ધ કરવા કોઈ ગાયકની શોધમાં હતા. આ દરમિયાન તેમણે YouTube પર ઐશ્વર્યાના ગીતો સાંભળવાની શરૂઆત કરી હતી. ફેસબુક દ્વારા મુલ્કરાજ ઐશ્વર્યાના સંપર્કમાં આવ્યો અને મુલાકાતની શરૂઆત થયા બાદ એક બીજાની લાગણીમાં જોડાઈ ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સોશિયલ મીડિયામાં ગુજરાતી હસ્તીઓ ઐશ્વર્યાને શુભેચ્છા આપી રહ્યા છે. તેઓ લગ્ન સંસ્કારથી ક્યારે જોડાશે તે અંગે હાલ કોઈ વાત કરી નથી. પરંતુ જે સંગીત ઈશ્વર સાથે પણ મુલાકાત કરાવી દે છે તે જ સંગીતે ઐશ્વર્યા અને મુલ્કરાજની મુલાકાત કરાવી છે.

[yop_poll id=”1″]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati