ડેટિંગ દરમિયાન ઐશ્વર્યાએ અભિષેકને આપી આ ખાસ ગિફ્ટ, અભિનેતાએ કહ્યું- ‘હું ચોંકી ઉઠ્યો હતો’

અભિનેતા અભિષેક બચ્ચન આ દિવસોમાં તેની ફિલ્મ 'બોબ બિસ્વાસ'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર તેમના પુત્રની ફિલ્મમાં શાનદાર અભિનય માટે પ્રશંસા કરી હતી.

ડેટિંગ દરમિયાન ઐશ્વર્યાએ અભિષેકને આપી આ ખાસ ગિફ્ટ, અભિનેતાએ કહ્યું- 'હું ચોંકી ઉઠ્યો હતો'
Abhishek Bachchan

અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) આ દિવસોમાં તેની ફિલ્મ ‘બોબ બિસ્વાસ’ની (Bob Biswash) સફળતાનો આનંદ માણી રહ્યો છે. અભિનેતાની જોરદાર એક્ટિંગને જોયા બાદ દરેક લોકો તેના પર વિશ્વાસ કરી ગયા છે. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર તેમના પુત્રની ફિલ્મમાં શાનદાર અભિનય માટે પ્રશંસા કરી હતી. આ ફિલ્મમાં અભિષેકે કિલરનો રોલ કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં અભિષેકે વિવિધ પ્રકારની ફિલ્મોમાં અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે.

અભિષેકે હાલમાં જ ‘ધ રણવીર શો’માં રણવીર અલ્લાહબાદિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેની પત્ની ઐશ્વર્યા રાયે તેને એવું સરપ્રાઈઝ આપ્યું હતું, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પોતાના મનપસંદ ગીત વિશે વાત કરતાં અભિષેક બચ્ચને કહ્યું કે, અમેરિકન રેપર નેલીનું ગીત ડાયલેમા છે. આ ગીત 2002માં રિલીઝ થયું હતું. આ ગીતમાં કેલી રોલેન્ડ છે.

ડેટિંગના દિવસોમાં ઐશ્વર્યાએ આ ગિફ્ટ આપી હતી

અભિષેકે ખુલાસો કર્યો કે, તે અમેરિકન સિંગર રેપરનો મોટો ફેન છે અને આજે પણ આ તેનું ફેવરિટ ગીત છે. તેણે વધુમાં જણાવ્યું કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે એશ મારા માટે નેલીને તેના માઈક પર ઓટોગ્રાફ લઈને આવી હતી. જે આજે પણ મારા ટેબલ પર છે. આ અદ્ભુત છે.

અભિષેકે વધુમાં કહ્યું કે, તેણે નેલી સાથે ગીત પણ ગાયું છે. મેં આ ગીત મારા મિત્ર રાઘવ સાથે કર્યું છે જે ભારતીય કેનેડિયન ગાયક છે. રાઘવે મારો સંપર્ક કર્યો અને કહ્યું કે અરે આ ગીત હું કરી રહ્યો છું, તમારે આ કરવું પડશે. તેમાં નેલી પણ છે.

ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ ઈસ્ટ 2018માં અભિષેકે કહ્યું, મેં મારી શરૂઆતની ફિલ્મોમાં પહેલીવાર ઐશ્વર્યા સાથે કામ કર્યું હતું. અમે પહેલીવાર ‘ઢાઈ અક્ષર પ્રેમ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી અમે મિત્રો હતા. અમે સાથે બીજી ફિલ્મ ‘કુછ ના કહો’ કરી રહ્યા હતા, પછી અમારી મિત્રતા ગાઢ બની અને ધીમે ધીમે અમને લાગ્યું કે તે મિત્રતા કરતાં વધુ છે. ‘ઉમરાવ જાન’ દરમિયાન અમે એકબીજા માટે ગંભીર હતા અને પછીથી ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું અને હવે અમારી એક સુંદર દીકરી આરાધ્યા છે. અભિષેક અને ઐશ્વર્યાએ 2007માં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: HAL Recruitment 2021: એન્જીનીયરીંગ ડીગ્રી કે ડીપ્લોમા કરેલ માટે એપ્રેન્ટીસશીપ માટે ભરતી, જાણો તમામ વિગતો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati