કોવિડ સામે ફરીથી મદદ માટે આગળ આવ્યા Rohit Shetty, Manjinder Singh Sirsaએ માન્યો આભાર

આખા દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં સરકારોની સાથે સ્ટાર્સ પણ પોતાના સ્તરે મદદ માટે આગળ આવી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ ગયા વર્ષના કોરોનાકાળથી મદદ કરી રહ્યા છે.

કોવિડ સામે ફરીથી મદદ માટે આગળ આવ્યા Rohit Shetty, Manjinder Singh Sirsaએ માન્યો આભાર
Rohit Shetty
Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

May 08, 2021 | 10:01 PM

આખા દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં સરકારોની સાથે સ્ટાર્સ પણ પોતાના સ્તરે મદદ માટે આગળ આવી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ ગયા વર્ષના કોરોનાકાળથી મદદ કરી રહ્યા છે. આ સ્ટાર્સમાં ડિરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty)નું પણ નામ છે. આવી સ્થિતિમાં રોહિત ફરી એકવાર તેમની મદદ અંગે ચર્ચામાં છે.

મનજિંદર સિંહ સિરસાએ કરી સોશિયલ મીડિયા પોસ્ટ

શિરોમણી અકાલી દળના રાષ્ટ્રીય પ્રવક્તા મનજિંદર સિંહ સિરસા ( Manjinder Singh Sirsa)એ તેમની સોશિયલ મીડિયા પોસ્ટથી રોહિત શેટ્ટી (Rohit Shetty)નો આભાર માન્યો. સિરસાએ તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, “તે સ્ક્રીન પર ખતરોનો ખિલાડી હશે, પરંતુ પડદા પાછળ તે સેન્સેટિવ અને દયાળુ વ્યક્તિ છે જે માનવતાની સંભાળ રાખે છે.”

રોહિત શેટ્ટીનો આભાર

સિરસાએ આગળ તેમની પોસ્ટમાં લખ્યું, ‘રોહિત શેટ્ટીનો આભાર, જેમણે અમારી કોવિડ કેર ફેસિલિટીમાં મદદ કરી. તમારી સહાયતા માટે અમે આભારી છીએ. પ્રાર્થના છે કે તમારી આ સહાયના બદલામાં તમને ખૂબ સારા આશીર્વાદ મળે. ‘ સિરસાની આ પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને રોહિતની પ્રશંસા કરી રહી છે.

250 બેડ્સ છે તૈયાર

મનજિંદર સિંહ સિરસા (Manjinder Singh Sirsa)એ એ વાતની માહિતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી નથી કે રોહિત શેટ્ટીએ કેટલી રકમ મદદ કરી છે. આ સમાચાર શેર કરતી વખતે વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે મનજિંદર સિંહ સિરસાની કોવિડ કેરમાં 250 પલંગ ઉપલબ્ધ છે અને બધી સુવિધાઓ મફત છે.

2020માં પણ રોહિત હતા સક્રિય

નોંધનીય છે કે રોહિત શેટ્ટી ફક્ત 2021માં કોવિડ સામે મેદાનમાં ઉતર્યો નથી. પરતું ગયા વર્ષ 2020માં પણ રોહિતે કોવિડ સામે ખૂબ મદદ કરી હતી. રોહિતે મુંબઈમાં પોલીસ માટે 11 હોટલો ઉપલબ્ધ કરાવી હતી. આ સિવાય પણ રોહિત અલગ અલગ રીતે મદદ માટે ઉભા હતા.

આ પણ વાંચો :- Ankita Lokhande એ કોરોના વેક્સિન લગાવામાં કર્યું જબરદસ્ત નાટક, Video જોઈને બોલ્યા લોકો – ‘એક્ટીંગ ચાલુ છે’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati