લગ્ન બાદ જ ગૌહર ખાનની સામે આવી ગયો એનો એક્સ Boy Friend, જાણો પછી શું થયું

લગ્ન બાદ જ ગૌહર ખાનની સામે આવી ગયો એનો એક્સ Boy Friend, જાણો પછી શું થયું

બોલીવૂડની અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબાર આજે લગ્ન સબંધમાં જોડાઈ ગયા છે. કોરોનાના લોકડાઉન દરમિયાન બંને પ્રેમ સબંધમાં પડ્યા અને આજે એટલે કે 25 ડિસેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા છે. લગ્નના બે દિવસ બાદ ગૌહર શૂટિંગના કામના કારણે ફ્લાઈટથી લખનૌ જઈ રહી હતી. ત્યાં ફ્લાઈટની સીટની એક જ રોમાં ગૌહરની મુલાકાત એના એક્સ બોયફ્રેન્ડ કુશાલ ટંડન સાથે થઇ ગઈ.
કુશાલ ટંડને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ વિડીયો સ્ટોરીમાં અપલોડ કર્યા હતા. જેમાં તેઓએ ગૌહરને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. કુશાલે કહ્યું કે ‘તો હું મારા વતન જઈ રહ્યો છું, અને જુઓ કે હું કોને મળ્યો, સ્વિટ ફ્રેન્ડ. હું તેને સ્ટોક કરતો નથી.’ આ સાંભળીને ગૌહર હસવા લાગી.

‘તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હું તમારા માટે ખૂબ જ ખુશ છું. કદાચ મારે તમને રૂબરૂમાં અભિનંદન પાઠવવાના હશે. લગ્ન મુબારક ગૌહર.’ અને છેલ્લે કુશાલ કહે છે ‘હાય મારું નસીબ.’

ગૌહર અને કુશાલએ બીગ બોસ 7 માં ભાગ લીધો હતો. જેમાં ગૌહર વિજેતા બની હતી. ત્યાંથી તેમનું પ્રેમ પ્રકરણ શરુ થયું હતું. બીગ બોસ બાદ ઘણા વર્ષો સુધી તેઓ પ્રેમ સબંધમાં રહ્યા અચાનક બંનેએ બ્રેક અપ કરી લીધું હતું. જે ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. કુશાલની આ સ્ટોરી ગૌહરે પણ પોતાના અકાઉન્ટ પર રી શેર કરી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati