જાવેદ અખ્તર માનહાનિ કેસમાં સમન્સ મળ્યા બાદ ભડકી કંગના, કહ્યું ‘તમને સૌને છોડીશ નહીં’

કંગના રાનૌતનો કોન્ટ્રોવર્સી સાથે જૂનો સંબંધ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મો સિવાય તે કોન્ટ્રોવર્સીના કારણે હેડલાઇન્સમાં રહે છે

જાવેદ અખ્તર માનહાનિ કેસમાં સમન્સ મળ્યા બાદ ભડકી કંગના, કહ્યું 'તમને સૌને છોડીશ નહીં'
કંગનાને મળ્યું સમન્સ

કંગના રાનાઉતનો કોન્ટ્રોવર્સી સાથે જૂનો સંબંધ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ફિલ્મો સિવાય તે કોન્ટ્રોવર્સીના કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા છે કે મુંબઈ પોલીસે કંગનાને સમન્સ મોકલ્યું છે. જણાવી દઈએ કે જાવેદ અખ્તરે કંગના પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં અભિનેત્રીને 22 જાન્યુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે. હવે આ સમાચાર પર કંગના રાનાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

કંગનાનું કહેવું છે કે જેલમાં પૂરી ડો અને અને ત્રાસ આપો, તેમ છતાં હું લડીશ. તેણે ટ્વીટ કર્યું હતું કે, ‘આજે મારા માટે એક બીજુ સમન આવ્યું છે. તમે બધા ભેગા થઇ જાઓ. અને મને જેલમાં ધકેલી દો, ત્રાસ આપો . વધુ ઇચ્છો તો મારી સામે 500 કેસ દાખલ કરો. પણ માર્યા બાદ પણ મારી રાખ કહેશે કે તમને સૌ વરુઓને છોડીશ નહીં. ‘

 

 

શું છે મુદ્દો
જણાવી દઈએ કે જાવેદ અખ્તરે કંગના સામે આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રીએ તેની વિરુદ્ધ અનેક ન્યુઝ ચેનલોમાં વિવાદિત નિવેદનો આપ્યા છે. જાવેદે કંગનાના તેવા નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જાવેદ અખ્તરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તે ઘણાં વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે અને કંગનાના નિવેદનોથી તેમની છબીને અસર થઈ રહી છે.

શું કહ્યું હતું કંગનાએ?
કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને રિતિક રોશન સામેનો કેસ પાછો ખેંચવાની ધમકી આપી હતી. કંગનાએ દાવો કર્યો કે, જાવેદ અખ્તરે તેમને કહ્યું હતું કે જો તે કેસ પાછો નહીં ખેંચે તો તેની પાસે કંઈ જ બચશે નહીં. જાવેદે કંગનાના આ નિવેદનની સામે ફરિયાદ નોંધાવી હતી. જાવેદે કહ્યું હતું કે કંગનાના આ બયાન બાદ ઘણા લોકોએ તેને ફોન કરીને ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા પર પણ લોકોએ ખરાબ વર્તન કર્યું હતું.

Click on your DTH Provider to Add TV9 Gujarati