‘કભી કભી’ અને ‘સિલસિલા’ બાદ ફરી રચાશે ઈતિહાસ, અમિતાભના અવાજમાં રજૂ થશે ઘમાકેદાર કવિતા, જાણો

અમિતાભ બચ્ચન એક નવી કવિતા રેકોર્ડ કરવા જઈ રહ્યા છે, જે તેની આગામી ફિલ્મ 'ચેહરે'નું પ્રમોશન સોંગ બનશે. ચાલો જાણીએ આ કવિતા વિશે.

'કભી કભી' અને 'સિલસિલા' બાદ ફરી રચાશે ઈતિહાસ, અમિતાભના અવાજમાં રજૂ થશે ઘમાકેદાર કવિતા, જાણો
Amitabh will recite poem in the film chehre
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:55 PM

અમિતાભ બચ્ચન એક એવા અભિનેતા છે જેના ચાહકો પેઢી દર પેઢી ચાલતા આવ્યા છે. અમુક ઘરોમાં તો તમને ત્રણ પેઢી સુધીના એવા ફેન્સ મળી જશે જે સાથે બેસીને અમિતાભની ફિલ્મ જોતા હોય. અમિતાભે અભિનયમાં ઘણા અનુભવ અને પ્રયોગો પણ કર્યા છે. બિગ બીએ ઘણી ફિલ્મોમાં વોઈસ આપ્યો તો કેટલાક ગીતો પણ ગાયા છે. પરંતુ સૌથી વધુ વખણાયેલી એમની અદા હોય તો એ કાવ્ય પઠનની છે. તેમના અવાજ અને કાવ્ય પઠનની રીતના લાખો દીવાના છે.

ફિલ્મ ‘કભી કભી’ માં સાહિર લુધિયાનવીની કવિતા અને બાદમાં ‘સિલસિલા’માં જાવેદ અખ્તરની કવિતાથી બિગ બીએ ફેન્સના દિલમાં અલગ જગ્યા બનાવી દીધી. બંને ફિલ્મો તેમના અવાજના જાદુથી અમર થઇ ગઈ. અગ્નિપથ કવિતા જે તેમના પિતા દ્વારા લખવામાં આવી હતી, તે કવિતા પણ લોકજીભે અમિતાભના કારણે આવી. હવે બિગ બી ફરી એક વાર પોતાના અવાજનો જાદુ વિખેરવા જઈ રહ્યા છે.

જ્યારે તે કોઈ ગીત, નઝમ અથવા કવિતા વાંચવા માટે જ્યારે AB ના અવાજનો ઉપયોગ થાય છે, ત્યારે ઈતિહાસ સર્જાય છે. અમિતાભ બચ્ચને કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર માઇક સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેઓ તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની રચના રેકોર્ડ કરી રહ્યા હતા. હવે તે એક નવી કવિતા રેકોર્ડ કરવા જઈ રહ્યા છે, જે તેની આગામી ફિલ્મ ‘ચેહરે’નું પ્રમોશન સોંગ બનશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

‘ચેહરે’ ની ટીમ ફિલ્મ માટે એક ખાસ કવિતાનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. તે ડિરેક્ટર રૂમી જાફરીએ લખી છે. ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે મુંબઈમાં આ કવિતાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ રુમિ જાફરીએ લખેલી આ કવિતા માટે સંગીતકાર જોડી વિશાલ-શેખરે પ્રાગના પ્રખ્યાત ઓર્કેસ્ટ્રાની મદદ લીધી છે. આ કવિતા માટે 109 આર્ટીસ્ટે મળીને લાઈવ ધૂન રેકોર્ડ કરી છે. જેમણે આ ધૂનનું રેકોર્ડિંગ સાંભળ્યું છે તેઓ કહે છે કે આ ધૂન આશ્ચર્યજનક છે અને હવે જો અમિતાભ બચ્ચનના જાદુઈ અવાજનો રસ તેમાં ભળી જાય, તો તેને ચાર ચંદ લાગી જશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિયા ચક્રવર્તી અને ઇમરાન હાશ્મી જોવા મળશે. ફિલ્મમાં બીજા ઘણા ચહેરા પણ છે.

આ પણ વાંચો: OMG: આ અમિતાભ છે કે સોનુ સૂદ? લોકો થયા કન્ફ્યુઝ, જાણો શું છે આ તસ્વીર પાછળનું સત્ય

આ પણ વાંચો: તારક મહેતા સિરિયલની બબીતા, જેઠાલાલની નહીં પરંતુ આ દિગ્ગજ કોમેડિયનની છે મોટી ફેન: વિડીયો કર્યો શેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">