Money Laundering Case : નોરા ફતેહી અને જેકલીન બાદ આ બોલિવુડ સેલિબ્રિટી પણ EDની રડાર પર

અહેવાલો મુજબ, જેક્લીન અને નોરા સિવાય EDને અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓના સુકેશ સાથે નાણાકીય લેવડ-દેવડના રેકોર્ડ મળ્યા છે.

Money Laundering Case : નોરા ફતેહી અને જેકલીન બાદ આ બોલિવુડ સેલિબ્રિટી પણ EDની રડાર પર
Money Laundering Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:15 PM

Money Laundering Case :  બોલિવૂડની બે અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહી (Nora Fatehi) 200 કરોડના ખંડણી કેસના મુખ્ય સૂત્રધાર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandra Shekhar) સાથે પહેલેથી જ સંબંધ ધરાવે છે. જેથી આ કેસમાં અનેકવાર આ બંને અભિનેત્રીની પુછપરછ કરવામાં આવી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે આ કેસમાં જેકલીન અને નોરા બાદ અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નિશાના પર છે.

ED આ કેસમાં વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓને પાઠવી શકે છે સમન્સ

અહેવાલ મુજબ, ED આ કેસમાં વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓને (Bollywood Celebrities) સમન્સ મોકલી શકે છે. એક રિપોર્ટ મુજબ, જેક્લીન અને નોરા સિવાય EDને અન્ય કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઓના સુકેશ સાથે નાણાકીય લેવડ-દેવડના રેકોર્ડ મળ્યા છે. હાલમાં, આ માહિતી જાહેર કરવામાં આવી નથી કે આ સેલિબ્રિટી કોણ છે અને ન તો EDએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

નોરા અને જેકલીનને સુકેશ દ્વારા મોંઘી ભેટ આપવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે, EDએ આ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ચાર્જશીટ (Charge Sheet) દાખલ કરી છે. આ ચાર્જશીટમાં જેકલીન અને નોરાના નામ પણ સામેલ છે. આ ચાર્જશીટ દ્વારા EDએ દાવો કર્યો છે કે સુકેશ દ્વારા જેકલીનને કરોડોની ભેટ મળી હતી, જેમાં 52 લાખની કિંમતનો ઘોડો અને 9 લાખની કિંમતની એક ગાડીનો સમાવેશ થાય છે. આ સિવાય જેકલીનને સુકેશ પાસેથી હીરાની વસ્તુઓ અને મોંઘા કપડાં ભેટ તરીકે મળ્યા હતા.

આ પહેલા સુકેશ સાથે જેકલીનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ હતી. આ તસવીરો વાયરલ થયા બાદ જેકલીનના એ દાવા પર સવાલો ઉભા થયા હતા કે એક્ટ્રેસનો ખંડણીના આરોપી સુકેશ સાથે કોઈ સંબંધ નથી. બંનેના ડેટિંગના સમાચારોએ પણ હાલ વેગ પકડ્યો છે.

આ પણ વાંચો : Defamation Case : માનહાનિ કેસમાં બોલિવુડ ક્વીને ખખડાવ્યા સેશન્સ કોર્ટના દ્વાર, કંગનાએ કોર્ટ સમક્ષ કરી આ માગ

આ પણ વાંચો : Happy Birthday Richa Chadha : આ કારણે ઋચા ચઢ્ઢા અને અલી નથી કરી રહ્યા લગ્ન ! જાણો બંનેની ફિલ્મી લવ સ્ટોરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">