માતા બન્યા બાદ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી

કરીના અને સૈફના પુત્રનો જન્મ 21 ફેબ્રુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. બાળકના જન્મ પછી પહેલી વાર કરીના અને સૈફ એક સાથે ફોટો ફ્રેમમાં જોવા મળ્યા હતા.

  • tv9 webdesk40
  • Published On - 22:06 PM, 4 Mar 2021
માતા બન્યા બાદ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે જોવા મળી
Kareena Kapoor

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તાજેતરમાં જ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. કરીના અને સૈફના પુત્રનો જન્મ 21 ફેબ્રુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. કરીનાના બાળકના જન્મ પછી, તેમના ઘરે અવારનવાર મહેમાનો આવતા હોય છે. દરમિયાન, કરીનાના બાળકની પહેલી ઝલક જોવા માટે બિઝનેસ વુમન નતાશા પૂનાવાલા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા છે. નતાશા પૂનાવાલાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે આ માહિતી આપી છે.

આ ફોટામાં કરિના કપૂર ખાન, સૈફ અલી ખાન અભિનેત્રી મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ નજરે પડે છે. ફોટો શેર કરતાં નતાશાએ લખ્યું કે એક રાત ગેંગ સાથે … ઘણું બદલાઈ ગયું છે, પરંતુ લાગે છે કે કઈપણ નહીં … અમારી દુનિયામાં આપનું સ્વાગત છે … તૈમૂર અલી ખાનનો નાનો ભાઈ.

બાળકના જન્મ પછી પહેલી વાર કરીના અને સૈફ એક સાથે ફોટો ફ્રેમમાં જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

 

 

જાણો કોણ છે નતાશા પૂનાવાલા

નતાશા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. તેમની બિઝનેસ મહિલા પ્રોફાઇલ સિવાય ફેશન સેન્સ માટે પણ પ્રખ્યાત છે. નતાશા દેશની વૈક્સીન મૈન અદાર પૂનાવાલાની પત્ની છે. કરણ જોહર, મલાઈકા અરોરા, કરીના કપૂર ખાન, મનીષ મલ્હોત્રા, પ્રિયંકા ચોપરા, વગેરે ઘણા સેલેબ્સ નતાશાના ક્લોઝ મિત્રો છે.