આદિત્ય નારાયણ ‘સુપરસ્ટાર સિંગર 2’માં, શું હોસ્ટ તરીકે તેનો આ છેલ્લો શો હશે?

આદિત્ય નારાયણ 'સુપરસ્ટાર સિંગર 2'માં, શું હોસ્ટ તરીકે તેનો આ છેલ્લો શો હશે?
Aditya Narayan (File Photo)

અમે તમને જણાવી દઈએ કે, આદિત્ય નારાયણ સોની ટીવીની ઈન્ડિયન આઈડલ સીઝન 12 ના હોસ્ટ રહી ચૂક્યા છે. પોતાની વિશાળ કારકિર્દીમાં આદિત્યએ ઘણા રિયાલિટી શોનું સંચાલન સફળતાપૂર્વક કર્યું છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 28, 2022 | 7:39 PM

સોની ટીવીના (Sony TV) પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર સીઝન 2’ (Superstar Singer Season 2)ને હોસ્ટ મળી ગયો છે. લિજેન્ડરી સિંગર ઉદિત નારાયણનો પુત્ર અને પ્રખ્યાત હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) હવે આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. બાળકો માટે બનેલો આ રિયાલિટી શો આગામી તા. 23/04/2022થી સોની ટીવી પર પ્રસારિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. આ શોમાં અલ્કા યાજ્ઞિક, હિમેશ રેશમિયા અને જાવેદ અલી શોને જજ કરશે. આ જ ત્રણ સેલિબ્રિટીએ સિઝન વનમાં પણ શોને જજ કર્યો હતો.

સુપરસ્ટાર સિંગરની પ્રથમ સિઝન જય ભાનુશાળી (Jay Bhanushali) દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ વખતે જય ભાનુશાલી ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ ચેમ્પ’ હોસ્ટ કરી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણની વાત કરીએ તો ગયા વર્ષે તેણે હોસ્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું હતું 2022 પછી તે કોઈ રિયાલિટી શો હોસ્ટ નહીં કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે આદિત્ય નારાયણે કહ્યું કે તે હવે હોસ્ટિંગ અને ટીવીના નાના પડદામાંથી બ્રેક લેવા માંગે છે, કારણ કે તેણે હજુ મોટી જવાબદારીઓ તરફ આગળ વધવાનું બાકી છે. જાણીતા સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા’ ખતમ થયા બાદ પણ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયા પર આ વિશે ફેન્સ સાથે એક પોસ્ટ શેયર કરી હતી.

જાણો આદિત્યનું શું કહેવું છે

 

આદિત્યએ કેપ્શનમાં લખ્યું કે “ભારે હૃદય સાથે, હું એક એવા શોને હોસ્ટ કરવા માટે વિદાય આપવા જઈ રહ્યો છું જેણે મને તેની પોતાની એક નવી ઓળખ આપી. મેં આ સફર 18 વર્ષની ઉંમરે શરૂ કરી, એક યુવાન, એક પતિ અને હવે એક પિતા. 15 વર્ષની આ સફર મારા માટે ખૂબ જ યાદગાર રહી છે. હું સતત 9 સિઝનનો ભાગ હતો અને મેં 350 એપિસોડ હોસ્ટ કર્યા. આ સમય કેવી રીતે પસાર થયો તે જરા પણ ખબર પડી નથી.”

અત્યાર સુધી આદિત્યએ ઘણા રિયાલિટી શો હોસ્ટ કર્યા છે

અમે તમને જણાવી દઈએ કે તેની વિશાળ ટેલિવિઝન કારકિર્દીમાં આદિત્ય નારાયણે 12 રિયાલિટી શો હોસ્ટ કર્યા છે.  તાજેતરમાં તેણે કરેલી જાહેરાતને કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સુપરસ્ટાર સિંગર ‘હોસ્ટ’ તરીકે આ પ્રખ્યાત હોસ્ટનો છેલ્લો રિયાલિટી શો હોઈ શકે છે. જોકે, આદિત્ય કે ચેનલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો – ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર નાણાંનો વરસાદ, બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 250 કરોડ સુધી પહોંચ્યું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati