આર્યન ખાનને શરતી જામીન, બોમ્બે હાઈકોર્ટ એક લાખના વ્યક્તિગત બોન્ડ અને આ શરતોને આધારે આપ્યા છે જામીન

આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ કેસમાં ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ સાથે જામીનના આદેશમાં કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે.

આર્યન ખાનને શરતી જામીન, બોમ્બે હાઈકોર્ટ એક લાખના વ્યક્તિગત બોન્ડ અને આ શરતોને આધારે આપ્યા છે જામીન
Aryan Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 6:27 PM

Aryan Khan Bail : મુંબઈ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને રાહત મળી છે, ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના કેટલીક શરતોના આધારે જામીન મંજુર કર્યા હતા. જે મુજબ આર્યનને પોતાની હાજરી નોંધાવવા દર શુક્રવારે NCB મુંબઈ ઓફિસમાં હાજર થવું પડશે. ઉપરાંત, તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં.

આર્યન ખાનના જામીનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેણે એક અથવા વધુ જામીન સાથે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ રજૂ કરવાના રહેશે. જામીનના આદેશ અનુસાર, આર્યનને દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે એનસીબી મુંબઈ ઓફિસમાં (NCB Mumbai Office) હાજર રહેવું પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આર્યન ખાનને શરતી જામીન

1) 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ આપવામાં આવ્યા 2) પરવાનગી વિના દેશ છોડી શકશે નહિ 3) IOની પરવાનગી વિના મુંબઈ પણ છોડી શકશે નહિ 4) એક અથવા વધુ જામીન આપવામાં આવે 5) કેસ વિશે મીડિયાને કોઈ નિવેદન ન આપવામાં આવે 6) દર શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજરી આપવાની રહેશે 7) તમામ તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે 8) જ્યારે બોલાવવામાં આવે ત્યારે NCB ઓફિસ હાજર થવાનુ રહેશે 9) ટ્રાયલમાં વિલંબ કરવો નહિ 10) સમાન (ડ્રગ્સ) પ્રવૃત્તિઓથી દુર રહેશે

તેના સહ-આરોપી સાથે સંપર્કમાં રહેવા પર પ્રતિબંધ

આ સાથે તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં. આ સાથે જ તેને પોતાનો પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટ (NDPS Special Court) સમક્ષ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટના આદેશ અનુસાર આર્યન ખાનને તેના સહ-આરોપી સાથે સંપર્ક કરવા પર પણ રોક લગાવવામાં આવશે. જામીન મળ્યા બાદ પણ આર્યન જેલમાં છે.

આ પણ વાંચો: ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં કાશિફ ખાનને લઈને વિવાદ વણસ્યો, નવાબ મલિકે વાનખેડે પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: ડ્રગ્સ કેસના સાક્ષી પ્રભાકર સાઈલને NCBનું તેડુ, સાઈલ હાજર ન થતા NCBએ મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">