આમિર ખાનની દીકરીએ ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, આયરા ખાને બિકીની પહેરેલી વધુ તસવીરો શેર કરી

આમિર ખાનની દીકરીએ ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, આયરા ખાને બિકીની પહેરેલી વધુ તસવીરો શેર કરી
Aamir Khan's Daughter Ira Khan (File Photo)

તાજેતરમાં, આયરા ખાનના જન્મદિવસની કેટલીક તસવીરો સામે આવી હતી. જેના પર તેણી ખુબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. હવે આયરાએ આ તમામ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 15, 2022 | 5:27 PM

બોલીવુડમાં (Bollywood) ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે પ્રસિદ્ધ અભિનેતા આમિર ખાનની (Aamir Khan) દીકરી આયરાએ (Ira Khan) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના જન્મદિવસની તેની ધમાકેદાર પૂલ પાર્ટીની કેટલીક અન્ય તસવીરો શેર કરી છે. થોડા દિવસો પહેલા આમિર ખાનની પુત્રીનો જન્મદિવસ હતો, જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આયરા ખાને તેના મિત્રો સાથે એક શાનદાર પૂલ પાર્ટી પણ સેલિબ્રેટ કરી હતી. તેણીએ કેક કટિંગ સેરેમની પણ કરી હતી, જેમાં આમિર ખાન પણ જોવા મળ્યો હતો. આ બર્થ ડે પાર્ટી દરમિયાન આયરા તેના પહેરવેશની પસંદગીના લીધે ઇન્ટરનેટ પર ખુબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ હતી.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

તેણી આ પૂલ પાર્ટીમાં બિકીની પહેરેલી જોવા મળી હતી. આયરા ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આયરાએ આ તમામ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરની તસવીરોમાં આયરા તેના બોયફ્રેન્ડ અને નજીકના મિત્રો સાથે ખુબ એન્જોય કરતી જોવા મળે છે.

આયરા ખાને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો

આયરા ખાનના સોશિયલ મીડિયા પર લોકો તેની બર્થડે પાર્ટીની તસવીરો પર ખુબ જ ટ્રોલિંગ કરી રહ્યા છે. હવે તેણીએ આ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપવાનું નક્કી કર્યું છે. તેણીએ તેના જન્મદિવસની કેટલીક વધુ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી છે. જો દરેકની નફરત અને ટ્રોલિંગ સમાપ્ત થઈ ગયું છે, તો આ જુઓ.’

આયરા ખાનની પોસ્ટ અહીંયા જુઓ

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

શું છે આયરાની આ વાયરલ પોસ્ટમાં ??

આયરા એ 7 તસવીરો શેર કરી છે, જેમાં તેણી 2 પીસ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આયરા ખાન દરેક કેપ્ચરમાં આ ક્ષણનો આનંદ માણતી જોવા મળે છે. આ તસવીરો પર તેના ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ આવી છે. આયરાના ઝૈન ખાન નામના મિત્રએ તેના કેપ્શન પર કમેન્ટ કરીને લાફિંગ ઇમોજીસ વડે પ્રતિક્રિયા આપી છે. તેમના મિત્ર રાહુલ સુબ્રમણ્યમે પણ આ તસવીરો પર 3 હાર્ટ ઇમોજીસ અપલોડ કરીને પ્રતિક્રિયા આપી છે.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

આયરા ખાનનો એક વીડિયો સિંગર સોના મહાપાત્રાએ પણ શેર કર્યો હતો. તે વીડિયોમાં આયરા સોના મહાપાત્રા સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. એક તસવીરમાં આયરા તેના જન્મદિવસની કેક કાપતી જોવા મળી રહી છે. ફોટોમાં આમિર ખાન પણ તેની સાથે ઉભેલો જોવા મળી રહ્યો છે, જ્યારે પુત્ર આઝાદ પણ આમિર સાથે જોવા મળી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati