Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!

કોરોનાવાયરસ (Coronavirus)ની આ બીજી લહેરે ફિલ્મોના શૂટિંગ પર પણ મોટી અસર કરી છે. ક્યારેક રાજ્યોમાં લોકડાઉનને કારણે તો ક્યારેક કલાકારોમાં આ કોરોના રોગ ફેલાવાને કારણે ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ બંધ કરવું પડે છે.

Aamir Khanએ લીધો નિર્ણય, હવે લદ્દાખમાં શુટ થશે લાલ સિંહ ચઢ્ઢાનાં એક્શન સિક્વન્સ!
Aamir Khan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 02, 2021 | 11:56 PM

કોરોનાવાયરસ (Coronavirus)ની આ બીજી લહેરે ફિલ્મોના શૂટિંગ પર પણ મોટી અસર કરી છે. ક્યારેક રાજ્યોમાં લોકડાઉનને કારણે તો ક્યારેક કલાકારોમાં આ કોરોના રોગ ફેલાવાને કારણે ફિલ્મો અને સિરીયલોનું શૂટિંગ બંધ કરવું પડે છે.

આમિર ખાને (Aamir Khan) નક્કી કર્યું છે કે હવે તેઓ તેમની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha)નું શૂટિંગ હવે લદ્દાખ (Ladakh)માં કરશે. આમિર ત્યાં તેમની ફિલ્મના એક્શન સિક્વન્સનું શૂટિંગ કરશે. કારગિલ (Kargil)માં કેટલાક લોકેશનો રેકી કરતી વખતે આમિર ખાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક અહેવાલ અનુસાર તે લગભગ 45 દિવસનું શૂટિંગ શેડ્યુલ હશે અને લદ્દાખ અને કારગિલ વિસ્તારમાં ઘણા એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આમિરની આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર વિજય સેતુપતિ જોવા મળવાના હતા, પરંતુ હવે તેમની જગ્યાએ નાગા ચૈતન્ય જોવા મળશે અને તે લદ્દાખના ફિલ્મ યુનિટમાં પણ જોડાશે.

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’એ 1994ની અમેરિકન ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ (Forrest Gump)ની રીમેક છે. આ ફિલ્મ ઓપરેશન બ્લુ સ્ટાર (Operation Blue Star) અને બાબરી મસ્જિદના ડિમોલિશન (Demolition of the Babri Masjid) પર પણ આધારિત હશે. આ ફિલ્મમાં આમિર ખાન એક શીખની ભૂમિકામાં જોવા મળશે અને કરીના કપૂર (Kareena Kapoor) તેમની વિરુદ્ધ મુખ્ય મહિલા અભિનેત્રી હશે. આ ફિલ્મ અતુલ કુલકર્ણીએ લખી છે અને અદ્વૈત ચંદન (Advait Chandan) તેનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા આમિર ખાન, કિરણ રાવ અને રાધિકા ચૌધરી છે.

https://twitter.com/TellesSaito/status/1388414637692100612

આમિર થયા હતા કોરોના પોઝિટિવ

તમને યાદ અપાવી દઈએ કે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પોસ્ટ પ્રોડક્શન પર કામ કરવામાં વ્યસ્ત આમિર ખાન પણ કોરોના પોઝિટિવ થઈ ગયા હતા. આ પછી, તેઓ હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા હતા અને ફરી એકવાર આ ફિલ્મના કામમાં બ્રેક લાગી હતી.

આ ફિલ્મની છે રિમેક

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડની ઓસ્કર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ (Forrest Gump) (1994) ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ ફિલ્મનો મુખ્ય અભિનેતા ટોમ હેંક્સ્ હતા. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર આપવામાં આવ્યો હતો. આ સાથે આ ફિલ્મે 6 ઓસ્કાર પોતાના નામે કર્યાં હતા.

આ પણ વાંચો: ચીનથી ઓક્સિજન સિલિન્ડર્સની ડિલીવરીમાં થઈ રહ્યો હતો વિલંબ, Sonu Soodએ ઉઠાવ્યો હતો સવાલ તો મળ્યો આ જવાબ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">