આમિર ખાન-કિરણ રાવે એકવાર ફરી ચોકાવી દિધા, મિત્રના લગ્નમાં કપલની જેમ પહોંચ્યા !

મિત્રએ બંનેને અલગ અલગ આમંત્રણ આપ્યા હતા અને એવી અપેક્ષા પણ હતી કે બંને સિંગલ આ લગ્નમાં હાજરી આપશે, પરંતુ જ્યારે બંને સાથે આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું.

આમિર ખાન-કિરણ રાવે એકવાર ફરી ચોકાવી દિધા, મિત્રના લગ્નમાં કપલની જેમ પહોંચ્યા !
Kiran Rao and Aamir Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 10:55 PM

બોલિવૂડનાં ઘણા કપલ્સનાં લગ્ન તુટયા છે. જે બાદ કપલ એકબીજાનો ચહેરો જોવાનું પણ પસંદ કરતા નથી, પરંતુ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) કદાચ સૌથી અલગ છે. તેમની પહેલી પત્ની સાથેનો તેનો સંબંધ પણ મિત્રતાનો છે, જ્યારે હવે બીજી પત્ની કિરણ રાવ (Kiran Rao) ને છૂટાછેડા આપ્યા પછી પણ આ કપલ ઘણીવાર એક ફ્રેમમાં દેખાઈને હેડલાઈન્સ બનાવે છે અને આ વખતે પણ કંઈક એવું થયું છે જે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

મિત્રના લગ્નમાં પહોંચ્યા

એક અહેવાલ અનુસાર, બંને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મિત્રએ બંનેને અલગ અલગ આમંત્રણ આપ્યું હતું અને એવી અપેક્ષા પણ હતી કે બંને સિંગલ આ લગ્નમાં હાજરી આપશે. પરંતુ જ્યારે બંને સાથે પહોંચ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું. બંનેએ એક સાથે પિક્ચર્સ પણ ક્લિક કર્યા. આમિર અને કિરણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

જુલાઈ 2021 માં લીધા છે છૂટાછેડા

આમિર ખાન અને તેમની બીજી પત્ની કિરણ રાવે તાજેતરમાં જ તેમના અલગ થવાથી બધાને ચોંકાવી દીધા હતા. જુલાઈના પહેલા સપ્તાહમાં આમિર ખાન અને કિરણ રાવે એક નિવેદન બહાર પાડીને તેમના છૂટાછેડાની વાત ચાહકો સાથે શેર કરી હતી. આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું.

છૂટાછેડા પછી લદ્દાખમાં સમય પસાર કર્યો

મિત્રના લગ્નમાં જ નહીં, છૂટાછેડા પછી પણ, આ દંપતી ઘણી વખત સાથે દેખાઇને હેડલાઇન્સ બનાવી ચુક્યા છે. છૂટાછેડાના ત્રણથી ચાર દિવસ પછી જ બંને વીડિયો કોલમાં એકબીજાનો હાથ પકડતા જોવા મળ્યા હતા. આ પછી, લદાખથી બંનેની ડાન્સ કરતી તસ્વીરોએ બધાને ચોંકાવી દીધા હતા.

કિરણ રાવ અને આમિર ખાન (Kiran Rao and Aamir Khan) નાં લગ્ન વર્ષ 2005 માં ડિસેમ્બર મહિના દરમિયાન કર્યા હતા. આમિરે વર્ષ 2002 માં તેમની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપી દીધા હતા. આમિર ખાન બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાય છે.

એવું કહેવામાં આવ્યું હતું કે બંને લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે સાથે હતા. બંનેએ તેમના પુત્ર આઝાદ સાથે ત્યાં ઘણી મસ્તી કરી હતી, જેની તસવીરો વાયરલ થઈ હતી. જ્યારે આમિર અને કિરણે લદ્દાખથી પરત ફરતી વખતે એરપોર્ટ પર એક સાથે પોઝ આપ્યા હતા અને થોડા સમય પછી, દંપતી તેમના પુત્ર સાથે લંચ ડેટ પર જતા સ્પોટ થયા હતા.

આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

આ પણ વાંચો :- Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">