9 વર્ષમાં 8 સુપર ફ્લોપ ફિલ્મો, તેમ છતાં કરોડોની માલિક છે રિયા ચક્રવર્તી, જાણો તેની સંપત્તિ વિશે

9 વર્ષમાં 8 સુપર ફ્લોપ ફિલ્મો, તેમ છતાં કરોડોની માલિક છે રિયા ચક્રવર્તી, જાણો તેની સંપત્તિ વિશે
રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીનો આજે જન્મદિન છે. તેણે પોતાના 9 વર્ષના કેરિયરમાં 8 ફિલ્મો આપી અને બધી ફ્લોપ નીવળી. તેમ છતાં જાણો તેની આવક કેટલી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 01, 2021 | 12:45 PM

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ખુબ ચર્ચામાં રહેલી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો આજે જન્મદિન છે. રિયા આજે 29 વર્ષની થઇ જશે. રિયાની કારકિર્દીની વાત કરીએ તો તેણે 2012 માં તેલુગુ ફિલ્મથી શરૂઆત કરી હતી. એક જ વર્ષ બાદ 2013માં તેણે ફિલ્મ મેરે ડેડ કિ મારુતિથી બોલીવુડમાં પ્રવેશ મેળવ્યો. અત્યાર સુધી તેણે 9 વર્ષમાં 8 ફિલ્મો બનાવી છે. પરંતુ મોટાભાગે બધી ફિલ્મ ફ્લોપ નીવડવા છતાં આજે રિયા કરોડોની માલિક છે.

અહેવાલો અનુસાર રિયા પાસે મુંબઈમાં જ કરોડોની પ્રોપર્ટી છે. મુંબઈમાં તેની પાસે બે ફ્લેટ છે. એક પોતાના નામે અને બીજો તેના પિતાના નામે. જી હા મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર રિયાના નામે માત્ર એક જ પ્રોપર્ટી છે. આ મિલકત ખારમાં આવેલી છે અને તે 85 લાખના મૂલ્યની છે. જોકે તેના પર 60 લાખની હાઉસિંગ લોન બાકી હોવાની માહિતીઓ અહેવાલોમાં છે. આ પ્રોપર્ટી 550 ચોરસ ફૂટની છે.

આ સિવાય અન્ય એક પ્રોપર્ટીની વાત કરીએ તો તે રિયાના પિતાના નામે છે. જેને વર્ષ 2012 માં ખરીદવામાં આવી હતી. જેનું પઝેશન વર્ષ 2016 માં રિયા અને તેના પરિવારને મળ્યું હતું. વેલ્યુની વાત કરીએ તો તેની કિંમત 60 લાખ રૂપિયા છે. જે રાયગઢમાં સ્થિત છે અને 1130 ચોરસ ફૂટની છે.

રિયાના પરિવારની વાત કરીએ તો તેના પિતા આર્મીમાં ડોક્ટર છે. જ્યારે માતા હાઉસવાઈફ છે. રિયા આર્મી સ્કુલમાં ભણેલી છે. તેમંજ રિયાનો એક ભાઈ છે જેનું નામ શોવિક છે. સુશાંતના પિતાએ આ પરિવાર પર છેતરપિંડી અને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો ગુનો નોંધ્યો છે.

રિયાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં થઈ જ્યારે તેણીએ એમટીવીના રિયાલિટી શો ‘ટીન દિવા’માં ભાગ લીધો અને પ્રથમ રનર અપ બની. આ પછી તેણે દિલ્હીમાં એમટીવી વિડિઓ જોકીમાં કામ કર્યું. વીજે તરીકે રિયાએ ‘એમટીવી વાસઅપ’, ‘કોલેજ બીટ’ અને ‘ટિકટેક’ જેવા કાર્યક્રમો હોસ્ટ કર્યા. આ સમય દરમિયાન તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી.

બાદમાં રિયાએ એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી અને તેલુગુ ફિલ્મ ‘તુનિગા તુનિગા’થી 2012 માં અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. 2013 માં રિયાને બોલીવુડની ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’ માં કામ મળ્યું. જોકે ફિલ્મ ફ્લોપ રહી હતી. રિયા ચક્રવર્તીની ત્રીજી ફિલ્મ 2014 માં આવેલી, સોનાલી કેબલ પણ સુપરફ્લોપ રહી હતી. પછી રિયાને સતત 3 વર્ષ સુધી કોઈ કામ મળ્યું નહીં.

ત્યારબાદ 2017 માં તેને ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘દોબારા’ જેવી ફિલ્મોમાં કેમિયો નાનો રોલ મળ્યો પણ આ ફિલ્મો પણ ખાસ કરી શકી નહીં. રિયાને 2017 માં ‘બેન્ક ચોર’ અને 2018 માં ‘જલેબી’માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ મળ્યું અને બંને ફિલ્મો ફ્લોપ રહી.

રિયાએ છેલ્લા 9 વર્ષમાં (2012 થી 2021) કુલ 8 ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેની એક પણ ફિલ્મ હિટ રહી નહીં. જો કે જો અહેવાલો અનુસાર છેલ્લા બે વર્ષથી રિયાના ઇન્કમટેક્સ રીટર્ન પરથી રિયાની વાર્ષિક આવક લગભગ 14 લાખ રૂપિયા જેટલી છે. રિયાની આ સંપત્તિ વિશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) હજી પણ તપાસ કરી રહી છે. રિયા પર સુશાંત પાસેથી 15 કરોડ રૂપિયા છીનવી લેવાનો પણ આરોપ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati