ડિજિટલ ક્વીન અને ફેશનિસ્ટા અવનીત કૌર (Avneet Kaur) એવી એક અભિનેત્રી છે, જે અસંખ્ય ઈવેન્ટમાં સ્કિની ફિટ જીન્સ પહેરેલી જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જાણીતી છે, અને તેની ટ્રેન્ડી ફેશન સ્ટાઇલે ઘણા યુવાનોને પ્રભાવિત પણ કર્યા છે. અભિનેત્રી અવનીત કૌર અવાર- નવાર તેના સોશિયલ મીડિયા પર તેના વિવિધ બ્રાન્ડઝના ફોટોશૂટની તસવીરો શેર કરીને તેના ફેન્સનો પ્રેમ મેળવતી રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અવનીત કૌર એક અભિનેત્રી ઉપરાંત એક શ્રેષ્ઠ નૃત્યાંગના અને મોડલ પણ છે. તેણીએ ‘ચંદ્ર નંદિની’ માં ચારુમતી અને ‘અલાદ્દીન-નામ તો સુના હોગા‘ માં પ્રિન્સેસ યાસ્મીનની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે અવનીત કૌર એ ‘ડેનિમ ફેશન’ ની કવીન છે. સ્કિની ફિટ જીન્સથી લઈને રિપ્ડ જીન્સમાં અવનીતે તેની કાતિલ ફેશન સેન્સ તેના ફેન્સને દર્શાવી છે.
જીન્સ એટલે કે ડેનિમ પ્રથમ વખત વર્ષ 1800માં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારથી ડેનિમ સમગ્ર વિશ્વમાં સદાબહાર ફેશન ગણાય છે. અત્યારે સૌથી વધુ ઇચ્છિત ફેશન પણ ડેનિમ બની ગઈ છે. ત્યારથી, ડેનિમ ઉત્પાદનમાં વિવિધ ડિઝાઇન જોવા મળી છે. કેટલીક ડિઝાઇને વિશ્વ પર એવી અમીટ છાપ છોડી છે કે હવે તેમના વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે. સ્કિની ફીટ અને સ્લિમ ફીટ જીન્સ આજે સૌથી વધુ જાણીતા ફેશન આઉટફિટ્સ છે.
Avneet Kaur in Ripped Jeans
અવનીત કૌરે આ લુક માટે ફ્લોરલ પ્રિંટેડ બ્લ્યુ ડેનિમ અને બ્લ્યુ રિપ્ડ જીન્સ બ્લેક કલરના બુટસ સાથે કેરી કર્યું છે. જેમાં તેણી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
Avneet Kaur in Skinny Jeans
અભિનેત્રી અવનીત કૌરે આ ફોટોશૂટ માટે સ્કિની બ્લ્યુ ડેનિમ અને મેચિંગ ડેનિમ સ્લીવલેસ ટોપ પર પસંદગી ઉતારી છે, જેમાં તેણી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
Avneet Kaur in Body Hugging Jeans
જો તમે સ્કીન ટાઈટ આઉટફિટ્સ પહેરવાથી સંકોચ પામો છો, તો બેશક અવનીતનો આ લુક તમને સિમ્પલ આકર્ષક ફીલ અપાવશે. આ લુક તેણીએ ખૂબ જ સિમ્પલ ટોપ સાથે કેરી કર્યો છે અને તેણી બેહદ ખૂબસૂરત લાગી રહી છે.
Avneet kaur in co-ord denim sets
આ પણ વાંચોઃ