શોલે ફિલ્મમાં સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવનાર કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન
બોલીવુડમાં એક્ટર અને કોમેડિયન જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓનું પુરું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. બોલીવુડમાં તેમને 400થી વધારે ફિલ્મમાં અભિનય કર્યો હતો. બોલીવુડની ફિલ્મ શોલે હિટ રહી હતી અને આ ફિલ્મમાં તેઓએ સૂરમા ભોપાલીનો કિરદાર અદા કર્યા હતો. આ પાત્રના લીધે તેઓ ચર્ચામાં આવ્યા હતા. Web Stories View more ડાઉન […]
બોલીવુડમાં એક્ટર અને કોમેડિયન જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓનું પુરું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. બોલીવુડમાં તેમને 400થી વધારે ફિલ્મમાં અભિનય કર્યો હતો. બોલીવુડની ફિલ્મ શોલે હિટ રહી હતી અને આ ફિલ્મમાં તેઓએ સૂરમા ભોપાલીનો કિરદાર અદા કર્યા હતો. આ પાત્રના લીધે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Veteran actor-comedian Jagdeep (born as Syed Ishtiaq Ahmed Jafri on 29 March 1939) dies at the age of 81. An official statement from the family is still awaited.#TV9News pic.twitter.com/8iZPAlFl76
— tv9gujarati (@tv9gujarati) July 8, 2020
આ પણ વાંચો : સુરત: હીરા બજારમાં ફરી ઉઠમણાનો દોર શરૂ, વેપારીઓના ડૂબ્યા 100 કરોડ રૂપિયા
આ સિવાય જો એમની અન્ય પ્રખ્યાત ફિલ્મની વાત કરવામાં આવે તો પુરાના મંદિરમાં મચ્છરનો કિરદાર અદા કર્યો હતો. અંદાજ અપના અપના ફિલ્મમાં સલમાન ખાનના પિતા તરીકે પણ તેઓએ અભિનય કર્યો હતો. તેમને એક ફિલ્મનું નિર્દેશન કર્યું હતું અને પોતે લીડ રોલમાં રહ્યાં હતાં. આ ફિલ્મને નામ પણ સુરમા ભોપાલી આપવામાં આવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેઓને જીવનમાં પ્રથમ અભિનયની તક વર્ષ 1951માં ચોપડાની ફિલ્મ અફસાનામાં મળી હતી. બાળ કલાકાર તરીકે તેઓએ આ ફિલ્મમાં કિરદાર અદા કર્યો હતો. આ ફિલ્મમાં પ્રસિદ્ધી મળી હતી અને ત્યારબાદ અન્ય ઘણી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. સુરમા ભોપાલી તરીકે પ્રખ્યાત થયેલાં ઈશ્યિતાક અહમદ જાફરીએ 81 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહીં દીધું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]