શિક્ષક દિને જન્મેલા સુરતના બાબુભાઈ મિસ્ત્રી બોલિવુડમાં સ્પેશિયલ ઈફેક્ટસના રહી ચૂક્યા છે ‘ગુરુ’

તારીખ 5મી સપ્ટેમ્બર, 1918ના રોજ સુરતમાં જન્મેલા બાબુભાઈ મિસ્ત્રી બૉલીવુડમાં ટ્રીક ફોટોગ્રાફીના શિક્ષક બન્યા હતા. તેમણે બોલિવુડને ટ્રીક ફોટોગ્રાફીના ઘણા પાઠ શીખવાડયા છે. હાલના સમયમાં કેમેરાએ ઘણી પ્રગતિ કરી છે અને જમાનો એનિમેશનનો આવી ગયો છે પણ જ્યારે ટેકનોલોજી નહોતી, ત્યારે ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટ માટે તે સમયના ફોટોગ્રાફરો નિતનવી ટેક્નિક અજમાવતા હતા. ત્યારે સુરતના બાબુભાઈ […]

શિક્ષક દિને જન્મેલા સુરતના બાબુભાઈ મિસ્ત્રી બોલિવુડમાં સ્પેશિયલ ઈફેક્ટસના રહી ચૂક્યા છે 'ગુરુ'
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:24 PM

તારીખ 5મી સપ્ટેમ્બર, 1918ના રોજ સુરતમાં જન્મેલા બાબુભાઈ મિસ્ત્રી બૉલીવુડમાં ટ્રીક ફોટોગ્રાફીના શિક્ષક બન્યા હતા. તેમણે બોલિવુડને ટ્રીક ફોટોગ્રાફીના ઘણા પાઠ શીખવાડયા છે. હાલના સમયમાં કેમેરાએ ઘણી પ્રગતિ કરી છે અને જમાનો એનિમેશનનો આવી ગયો છે પણ જ્યારે ટેકનોલોજી નહોતી, ત્યારે ફિલ્મોમાં સ્પેશ્યલ ઈફેક્ટ માટે તે સમયના ફોટોગ્રાફરો નિતનવી ટેક્નિક અજમાવતા હતા. ત્યારે સુરતના બાબુભાઈ મિસ્ત્રીની ટ્રીક ફોટોગ્રાફી કમાલની હતી. સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા બાબુભાઈ આ ટેકનોલોજી પોતાની રીતે વિકસાવી હતી. 14 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતા બાબુભાઈ પારિવારીક જવાબદારી માટે મુંબઈમાં કૃષ્ણાટોન ફિલ્મ કંપનીમાં આર્ટ ડિરેક્ટર તરીકે જોડાયા હતા.

shikshak-dine-janmela-surat-na-babubhai-mistry-bollywood-ma-special-effects-na-rahi-chukya-che-guru

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કાકા રંગીલદાસ સાથે શરૂમાં ફિલ્મોનાં પોસ્ટર બનાવતા અને સેટ નિર્માણનાં કામમાં મદદ કરતા. બાદમાં ફોટોગ્રાફી શીખ્યા અને વિવિધ પ્રકારના પ્રયોગો કરીને ટ્રીક ફોટોગ્રાફીની કળા હસ્તગત કરી. ‘પ્રકાશ પિક્ચર્સ’ના નાનાભાઈ ભટ્ટે હોલિવુડની ફિલ્મ ‘ધ ઇન વિઝિબલ મેન’પરથી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ અને તેની સ્પેશિયલ ઈફેક્ટની તમામ જવાબદારી 18 વર્ષના બાબુભાઈને સોંપી હતી. બાબુભાઈના દિગ્દર્શન હેઠળ સંપુર્ણ કેમેરાવાળી પ્રથમ ફિલ્મ 1942ની ‘મુકાબલા’ હતી. એ પછી રામરાજ્ય, ભરત મિલાપ, વિષ્ણુપુરાણ જેવી ધાર્મિક સીરીયલો બનાવી અને તેમાં ટ્રીક ફોટોગ્રાફીનો ભરપુર ઉપયોગ કર્યો. તેમણે સંપુર્ણ રામાયણ, પારસમણી સહિત 45 હિન્દી અને 11 ગુજરાતી મળી 56 હિન્દી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ઝી લક્સ સિને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ અને કોડક ટેકનિકલ એક્સેલન્સ એવોર્ડ પણ તેમને મળ્યા હતાં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બાબુભાઈએ 20 ડિસેમ્બર, 2010માં મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.હાતિમતાઈની ચાદર બાબુભાઈએ ઉડાવી હતી. 1990માં જીતેન્દ્ર અને સંગીતા બિલજાની અભિનિત હાતિમતાઈ ફિલ્મમાં ઉડતી ચાદરની ઈફેક્ટ બાબુભાઈની હતી. બાબુભાઈએ ખ્વાબ કી દુનિયા, અલાઉદ્દીન ઓર જાદુઈ ચિરાગ, અલીબાબા ઓર ચાલીસ ચોર, મિસ્ટર એક્સ, લવ ઈન ટોકિયો, મેરા નામ જોકર, નાગિન, ડ્રીમ ગર્લ, ધરમવીર, હાતિમતાઈ, વગેરે જેવી 100થી વધુ ફિલ્મોમાં તેમજ રામાયણ, મહાભારત, શિવ મહાપુરાણ, કૃષ્ણા, વિશ્વામિત્ર જેવી ટીવી સીરીયલોમાં પણ સ્પેશીયલ ઈફેક્ટનો જાદુ પાથર્યો હતો. ટ્રીક ફોટોગ્રાફી અને કાલા ધાગાવાળા બાબા સ્ક્રીન પર અદ્રશ્ય વ્યક્તિની હાજરીનો અહેસાસ કરાવવા માટે તેમણે કાળા પડદાનું બેકગ્રાઉન્ડ અને આછા પ્રકાશમાં રોજીંદા જીવનમાં કામ આવતી વસ્તુઓને કાળા દોરાથી મદદથી ગતિ આપી. તેમના આ પ્રયોગથી તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં કાલા ધાગાવાળા બાબા તરીકે ઓળખાતા હતાં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">