West Bengal Election Result 2021: રૂઝાનના આંકડા જોઇને સમ્બિત પાત્રાએ કેમ કહ્યું કે “પ્રશાંત કિશોરની તો નોકરી ગઈ”

ચૂંટણી દરમિયાન જ ટીએમસી માટે વ્યૂહરચના કરી રહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપ બંગાળમાં 100 નો આંકડો પાર કરી શકશે નહીં. આ બાબતે સમ્બિત પાત્રાએ કટાક્ષ કર્યો હતો.

West Bengal Election Result 2021: રૂઝાનના આંકડા જોઇને સમ્બિત પાત્રાએ કેમ કહ્યું કે પ્રશાંત કિશોરની તો નોકરી ગઈ
Prashant Kishor (File Image)
Follow Us:
| Updated on: May 02, 2021 | 10:54 AM

પશ્ચિમ બંગાળમાં, મતદાનના આઠ તબક્કાઓ બાદ તાજેતરમાં સમાપ્ત થયેલ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતની ગણતરી ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન જ ટીએમસી માટે વ્યૂહરચના કરી રહેલા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપ બંગાળમાં 100 નો આંકડો પાર કરી શકશે નહીં. જો આપણે પ્રારંભિક રુઝાન જોઈએ તો 230 બેઠકોના તાજેતરમાં આવેલા આંકડા મુજબ ટીએમસી 117 બેઠકો પર અને બીજેપી 109 બેઠકો પર આગળ ચાલી રહી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો છે તેના થોડા સમય પહેલાના આંકડા છે.

જો રુઝાનના અંક્ડા આગળ જઈને સાચા પડે છે તો ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના દાવા પર મોટો પ્રશ્ન થશે. તેમણે કહ્યું હતું કે જો ભાજપ 100 નો આંકડો પાર કરશે તો તેઓ તેમનું કામ છોડી દેશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ખાનગી ન્યુઝ ચેનલ પર હમણાં કટાક્ષ કરતા કહ્યું છે કે પ્રશાંત કિશોરની નોકરી ગઈ.

આ પણ વાંચો: West Bengal Election: ક્યારેક મમતા સરકારમાં નંબર 2 પર હતા આ કદાવર નેતા, અત્યારે પકડી લીધો છે BJPનો છેડો

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં, તૃણમૂલ કોંગ્રેસના મતદાન વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ઘણી વખત જાહેરમાં કહ્યું છે કે, જો ભાજપની બેઠકો 100 વટાવી જાય તો તેઓ તેમનું પદ છોડી દેશે. જ્યારે તેમણે એક વાર ટ્વિટર પર આ જાહેરાત કરી ત્યારે તેના કેટલાક આઈપેક સાથીઓએ દાવો કર્યો હતો કે પીકે ટ્વિટર છોડવાની વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરના સલાહકાર બનેલા પ્રશાંત કિશોરે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી વ્યૂહરચનાકારની નોકરી છોડી દેશે. તેમણે કહ્યું હતું કે જો ભાજપને 100 બેઠકો મળે, તો તેમના કામનો કોઈ ફાયદો નથી.

ચેનલને તાજેતરમાં જ ઓડિઓ લિક પછી આપેલા ઇન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, “હું જે કાંઈ કરી રહ્યો છું, જેના કારણે તમે મારી સાથે વાત કરો છો, મને વ્યૂહરચનાકાર કહો છો, કોઈક કંઈક બોલે છે. જે પણ કામ કરી રહ્યો છું, તેનો કોઈ અર્થ નથી રહી જતો જો ભાજપને બંગાળમાં 100 થી વધુ બેઠકો મેળવી દે છે.

આ પણ વાચો: 5 state assembly election results 2021: મમતા બેનર્જીનો ઇલેક્શન ઈતિહાસ, આ વખતની ચૂંટણી રહી સૌથી ભારે!

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ અહિયાં વાંચો: 5 State Assembly Election Results 2021 LIVE

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">