West Bengal Election: ક્યારેક મમતા સરકારમાં નંબર 2 પર હતા આ કદાવર નેતા, અત્યારે પકડી લીધો છે BJPનો છેડો

પશ્ચિમ બંગાળના નંદિગ્રામની હાઇ પ્રોફાઇલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) મેદાનમાં છે.

West Bengal Election: ક્યારેક મમતા સરકારમાં નંબર 2 પર  હતા આ કદાવર નેતા, અત્યારે પકડી લીધો છે BJPનો છેડો
File Image
Follow Us:
| Updated on: May 02, 2021 | 10:17 AM

પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં 2મે એટલે કે આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળના નંદિગ્રામની હાઇ પ્રોફાઇલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઉમેદવાર સુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) મેદાનમાં છે. આ બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ડાબેરી પક્ષથી મીનાક્ષી મુખર્જી પણ મેદાનમાં છે. સુવેન્દુ અધિકારી પ્રારંભિક રુઝાનોમાં આગળ હતા.

તમને જણાવી દઈએ કે સુવેન્દુ અધિકારી ગયા વર્ષે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. સુવેન્દુનો જન્મ 15 ડિસેમ્બર 1970 માં પૂર્વ મેદનીપુરમાં થયો હતો. સુવેન્દુના પિતા શિશિર અધિકારીએ યુપીએ સરકારમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી.

રાજકીય પ્રવાસની શરૂઆત કોંગ્રેસથી થઈ હતી

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

કોંગ્રેસ સાથે રાજકીય પ્રવાસ શરૂ કરનાર સુવેન્દુ અધિકારી 1995 માં પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. આ પછી, વર્ષ 2006 માં, તેમણે કાંથી દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી. 2006 માં જ તેમને કાંથી મહાનગર પાલિકાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

તમલુક બેઠક પરથી બે વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે

જો કે, તેમને વર્ષ 2007 માં મોટી માન્યતા મળી, જ્યારે તેમણે પૂર્વ મિદનાપુરના નંદિગ્રામ ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો. તેમણે તમલુક બેઠક પરથી 2009 અને 2014 માં લોકસભાની ચૂંટણી જીતી હતી. 2016 માં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, તેમણે નંદીગ્રામ સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. જે પછી તેઓ મમતા બેનર્જી સરકારમાં મંત્રી બન્યા. તેઓ પશ્ચિમ બંગાળના પરિવહન, જળ સંસાધન અને સિંચાઈ પ્રધાન તેમજ મમતા બેનર્જીની સરકારમાં જળમાર્ગ પ્રધાન પણ હતા.

આ પણ વાચો: 5 state assembly election results 2021: મમતા બેનર્જીનો ઇલેક્શન ઈતિહાસ, આ વખતની ચૂંટણી રહી સૌથી ભારે!

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ અહિયાં વાંચો: 5 State Assembly Election Results 2021 LIVE

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">