West Bengal Election Result 2021: જાણો પશ્ચિમ બંગાળમાં હાર બાદ શું બોલ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે હારના કારણો પર ચર્ચા કરશે અને ત્યારબાદ આગળ વધશે.

  • Tv9 Webdesk22
  • Published On - 22:02 PM, 2 May 2021
West Bengal Election Result 2021: જાણો પશ્ચિમ બંગાળમાં હાર બાદ શું બોલ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ
Dilip Ghosh

West Bengal Election Result 2021: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે હારના કારણો પર ચર્ચા કરશે અને ત્યારબાદ આગળ વધશે. દિલીપ ઘોષે કહ્યુ કે આજે જ્યાં ઉભા છીએ ગઈ ચૂંટણીમાં 3 સીટ મળી હતી. આને આજે 80 આસપાસ છે. તે નાની વાત નથી કદાચ ઈતિહાસમાં પહેલીવાર આવુ થયુ છે.

 

 

દિલીપ ઘોષે કહ્યુ કે બંગાળ ચૂંટણીમાં અમે મોટો ટાર્ગેટ રાખ્યો હતો. લાંબી છલાંગ લગાવી હતી, પરંતુ સફળ ન થઈ શક્યા તેમણે કહ્યું કે જે પણ થયુ છે તે ઓછુ નથી એટલે અધ્યક્ષ તરીકે અમારા કાર્યકર્તા અને નેતૃત્વનો આભાર માનુ છુ. આ સાથે જ જનતાએ એટલા આગળ કરી દીધા કે આભાર માનુ છું.

 

 

દિલીપ ઘોષે ભાજપના રાજ્યના કાર્યાલય સળગાવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓ સ્વાભાવિક છે, ચૂંટણી પછી થતું રહે છે. પરંતુ સરકારમાં જે છે તેઓ હિંસા કરે છે તો તેમને કોણ રોકશે?. તેમણે કહ્યું કે હજી ચૂંટણીપંચ પણ છે અને કેન્દ્રીય બળ પણ છે, તેમણે જોવુ જોઈએ કે હિંસા ન થાય. હિંસા ન થાય તે માટે લોકોએ વોટ આપ્યા હતા.

 

 

દિલીપ ઘોષે કહ્યુ કે સંયુક્ત મોર્ચાના કોઈ એજન્ડા નથી. તેઓ મોકાપરસ્ત હતા. એક સશક્ત વિપક્ષના રુપમાં અમને મોકો આપ્યો છે. તેમણે આગળ કહ્યું કે અમે કહ્યું હતુ કે 2 તારીખે તે વ્હીલ ચેયર છોડી દેશે મારી વાતને તેમણે સાચી સાબિત કરી. હું સંગઠન પ્રદેશ અધ્યક્ષની જવાબદારી તરીકે સેવા કરીશ. સારા વિપક્ષ તરીકે અમે કામ કરીશુ. જનતા જનાર્દન જિંદાબાદ. મને લાગે છે કે ખોટ રહી ગઈ.

 

આ પણ વાંચો: West Bengal Election Result 2021: બંગાળ ચૂંટણીના પરિણામ પર અમિત શાહની પહેલી પ્રતિક્રિયા જાણો શું કહ્યું