West Bengal Election Result 2021: TMCની ટિકિટથી જીત્યા ક્રિકેટર મનોજ તિવારી જાણો શા માટે આવ્યા રાજકારણમાં

ક્રિકેટર મનોજ તિવારી શરુઆતથી રાજકારણમાં જવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ ગયા વર્ષે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની હાલત જોઈને આખરે ક્રિકેટની જગ્યાએ રાજકારણનો છેડો પકડ્યો.

  • Tv9 Webdesk22
  • Published On - 22:45 PM, 2 May 2021
West Bengal Election Result 2021: TMCની ટિકિટથી જીત્યા ક્રિકેટર મનોજ તિવારી જાણો શા માટે આવ્યા રાજકારણમાં
Manoj Tiwari

West Bengal Election Result 2021: ક્રિકેટર મનોજ તિવારી શરુઆતથી રાજકારણમાં જવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ ગયા વર્ષે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની હાલત જોઈને આખરે ક્રિકેટની જગ્યાએ રાજકારણનો છેડો પકડ્યો. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તિવારીએ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં શિબપુર વિધાનસભા ક્ષેત્રથી ભાજપના રથિન ચક્રવર્તીને 6000થી વધારે મતોથી હરાવ્યા.

 

બંગાળના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક તિવારીએ એક ન્યૂઝ એજન્સીને પોતાની પ્રાથમિકતા વિશે જણાવતા કહ્યું કે મારા ક્ષેત્રમાં પ્રભાવી કોવિડ-19 પ્રબંધન, જાગૃતિ વધારવા તથા પોતાના ક્ષેત્રના લોકોને સુરક્ષિત રાખવાએ મારુ પહેલુ કામ હશે આ એક પડકાર છે.

 

તિવારીને વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં પોતાની જીત પર ભરોસો હતો. તેમણે કહ્યું કે હું આ ચૂંટણી માટે સારી રીતે તૈયાર હતો અને મેં જીત માટે ઘણી મહેનત કરી હતી. હું જાણુ છુ કે રાજકારણ આસાન કામ નથી અને એક અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા નવા વ્યકિત માટે વધારે મુશ્કેલ થઈ જાય છે. મેં શિબપુરમાં ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો તેઓ મારા ઈરાદાથી વાકેફ હતા.

 

તિવારીએ સ્વીકાર કર્યો કે ઘરેલુ ક્રિકેટમાં કરિયર સારુ હોવા છતાં રાજકારણને પસંદ કરવુ જોખમ બરાબર હતુ. તેમણે કહ્યું હા આ જોખમ ભરેલુ હતુ, પરંતુ તમે દીદીને ના ન કહી શકો. દીદી મારા પ્રેરણસ્ત્રોત રહ્યા છે. જ્યારે દીદીએ વાત કરી ત્યારે ઘુંટણમાં વાગ્યુ હોવાના કારણે હું વિજય હજારે ટ્રોફી રમી નહોતો રહ્યો. મેં ત્યારે વિચાર્યુ કે ઈજા ગંભીર થઈ શકે છે, મારે ક્રિકેટ સિવાય પણ કંઈ વિચારવુ પડશે.

 

 

તિવારીએ કહ્યું કે ભાજપે પણ મારો સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે મેં પ્રવાસી મજૂરોની દુર્દશા જોઈ તો પછી મને લાગ્યુ કે તેમની સાથે જોડાવું મારા આદર્શો અને વિશ્વાસને અનુરુપ નહીં હોય. મેં જે જોયું તેનાથી હું હેરાન થઈ ગયો. મેં ભાજપને જવાબ આપ્યો નહીં. તેમણે વચનો પૂરા કર્યા  નહીં અને કોવિડ પ્રબંધન આનુ એક ઉદાહરણ હતું.

 

આ પણ વાંચો: West Bengal Election Result 2021: જાણો પશ્ચિમ બંગાળમાં હાર બાદ શું બોલ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ