West Bengal Election 2021: મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી લડશે વિધાનસભા ચૂંટણી, જાણો પસંદગીનું કારણ

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન  મમતા બેનર્જીએ (Mamata Banerjee) જાહેરાત કરી છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ  ફક્ત એક જ વિધાનસભા મત વિસ્તાર નંદીગ્રામથી (Nandigrame) ચૂંટણી લડશે.

West Bengal Election 2021: મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી લડશે વિધાનસભા ચૂંટણી, જાણો પસંદગીનું કારણ
CM Mamata Banerjee
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 7:03 PM

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન  મમતા બેનર્જીએ (Mamata Banerjee) જાહેરાત કરી છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ  ફક્ત એક જ વિધાનસભા મત વિસ્તાર નંદીગ્રામથી (Nandigrame) ચૂંટણી લડશે. તેઓ 9 માર્ચે નંદીગ્રામ જશે. 10 માર્ચે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે અને 13 માર્ચે પરત ફરશે. મમતા બેનર્જીએ ગુરુવારે રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી 291 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

 

આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા  TMCના ધારાસભ્ય અને મમતા કેબિનેટના  પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારીના ભાજપમાં જોડાયા પછી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. 7 વખત સાંસદ રહી ચૂકેલા મમતા બેનર્જીએ વર્ષ 2011માં સત્તા પર આવ્યા બાદ ભવાનીપુરથી ચૂંટણી લડી હતી. મમતા બેનર્જી સતત બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ વખતે ભવાનીપુરથી રાજ્યના વર્તમાન ઉર્જાપ્રધાન શોભન દેવ ચટ્ટોપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

નંદીગ્રામ આંદોલનમાં મમતાની મુખ્ય ભૂમિકા હતી  33 વર્ષ બાદ બંગળમાંથી ડાબેરીના શાસનને ઉથલાવવા માટે નંદીગ્રામ વિસ્તાર મમતા માટે આધાર બન્યો હતો. 2007માં જ્યારે તત્કાલિન ડાબેરી મોરચાની સરકારે અહીં ઉદ્યોગો માટે ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક હસ્તગત કરી લીધી હતી, ત્યારે નંદીગ્રામ અને આસપાસના લાખો લોકોએ આંદોલન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા તરીકે આ આંદોલનનો મુખ્ય ચહેરો મમતા બેનર્જી હતા. નંદીગ્રામ આંદોલન દરમિયાન તત્કાલીન સરકારના ઈશારે હિંસા થઈ હતી અને નંદીગ્રામના 14 લોકો આ હિંસામાં મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડ વિરુદ્ધનો આક્રોશ રાજ્યભરમાં ફેલાઈ ગયો હતો અને મમતાની તરફેણમાં જબરદસ્ત વાતાવરણ સર્જાયું હતું.

વિધાનસભાની દ્રષ્ટિએ નંદીગ્રામ  પશ્ચિમ બંગાળના પૂર્વ  મેદિનીપુરમાં આવેલ નંદીગ્રામ વિધાનસભા મત વિસ્તારનો 96.65 ટકા વિસ્તાર શહેરી અને 3.35 ટકા મત વિસ્તાર ગ્રામ્ય છે. અહીં એસટી મતદારોની સંખ્યા 16.46 ટકા અને એસસી મતદારોની સંખ્યા 0.1ટકા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં 86.97 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. બંગાળમાં સત્તામાં આવ્યા બાદ મમતા બેનર્જી દર વર્ષે નંદીગ્રામ આંદોલનના દિવસે ‘નંદીગ્રામ દિવસ’ ઉજવે છે અને વિવિધ યોજનાઓની જાહેરાત કરે છે. 

આ પણ વાંચો: PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે આવશે ગુજરાત, દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">