West Bengal Election 2021 : નંદીગ્રામમાં પોલીંગ બૂથ પર પહોંચ્યા મમતા બેનર્જી, ફોન પર કરી રાજ્યપાલને ફરિયાદ

West Bengal Election 2021 :  પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા અને રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કર્યો હતો. તેમણે રાજ્યપાલ સાથે તેમના સમર્થકોની સામે વાત કરતા કહ્યું હતું કે સ્થાનિક લોકોને પોતાનો મત આપવા દેવામાં નથી આવતો .

West Bengal Election 2021 : નંદીગ્રામમાં પોલીંગ બૂથ પર પહોંચ્યા મમતા બેનર્જી, ફોન પર કરી રાજ્યપાલને ફરિયાદ
નંદીગ્રામમાં પોલીંગ બૂથ પર પહોંચ્યા મમતા બેનર્જી
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 4:23 PM

West Bengal Election 2021 :  પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા અને રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કર્યો હતો. તેમણે રાજ્યપાલ સાથે તેમના સમર્થકોની સામે વાત કરતા કહ્યું હતું કે સ્થાનિક લોકોને પોતાનો મત આપવા દેવામાં નથી આવતો . હું સવારથી જ આ વિસ્તારમાં છું. હવે હું તમને અપીલ કરું છું. કૃપા કરી આ મુદા પર ધ્યાન આપો. ‘

પશ્ચિમ બંગાળ અને આસમમાં વિધાનસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં, મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે નીકળી રહ્યા છે. દરમિયાન, ટીએમસી કાર્યકરોની ફરિયાદ પર બંગાળના સીએમ મમતા બેનર્જી ખુદ મતદાન મથક પર પહોંચી ગયા છે. ટીએમસીના લોકોનું કહેવું છે કે તેમને મતદાન કરતા અટકાવવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ આ અંગે મતદાન અધિકારીઓ સાથે વાત કરી છે. આ પછી તેમણે સીધા રાજ્યપાલ જગદીપ ધનખડ ને આ અંગે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તમે આ મામલાની તપાસ કરો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

West Bengal માં બીજા રાઉન્ડના ત્રણ વાગે  સુધી ૬૦  ટકા મતદાન

અત્યાર સુધીમાંWest Bengal માં બીજા રાઉન્ડના ત્રણ વાગે  સુધી ૬૦  ટકા મતદાન થઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળમાં હંમેશા દેશભરમાં મતદાનની ટકાવારી વધારે હોવાનો ઇતિહાસ રહ્યો છે. મમતા બેનર્જી માટે નંદીગ્રામનો મહાસંગ્રમ કેટલો મહત્વનો છે, તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે મમતા બેનર્જી આજે આખો દિવસ અહીં વોર રૂમમાં જ રહેશે.

બીજા તબક્કામાં કુલ 171 ઉમેદવારો મેદાનમાં

West Bengal માં આજે બીજા તબક્કાના 30 બેઠકો પર મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં પણ 30 બેઠકો માટે મતદાન થયું હતું આ 30 માંથી 8 બેઠકો અનામત છે. બંગાળમાં કુલ 10,620 મતદાન મથકો છે. બીજા તબક્કામાં કુલ 171 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 19 મહિલા ઉમેદવાર છે. આજે લગભગ 75,94, 549 મતદારો મતદાન કરશે.

સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી

West Bengal માં આજે જે 30 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે તેમાં બાંકુરામાં 8, દક્ષિણ 24 પરગણાની 4, ઉત્તર મિદનાપુરની 9, પૂર્વ મિદનાપુરની 9 બેઠકો સામેલ છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો સાથે 152 પુરુષ ઉમેદવારો પણ મેદાનમાં છે. મતદાન માટે 3,210 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ચાર વિધાનસભા મત વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. એકલા નંદીગ્રામમાં, સુરક્ષા માટે 22 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દરેક સંવેદનશીલ બૂથ પર 2 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક બૂથ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જોરદાર લડત

West Bengal ની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત નંદીગ્રામમાં આજે મતદાન ચાલી રહ્યું છે. અહીં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીઓ વચ્ચે લડાઇ છે. સુવેન્દુ અધિકારીએ અહીં વિકાસના નામે મત માંગ્યા છે. આ ચૂંટણીમાં નંદીગ્રામ બેઠકને હાઈ-પ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને અહીં 50 હજાર મતોથી હરાવવાનો દાવો કર્યો છે, જ્યારે મમતા દીદી માટે હવે આ બેઠક સ્વાભિમાનની લડત બની છે.

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">