West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી આમને સામને, 145 બેઠકો બનશે નિર્ણાયક

West Bengal Election 2021: મમતા બેનર્જી મંદિર- મંદિર કેમ દોડી રહ્યા છે. ? ભાજપ શા માટે જય શ્રી રામના નારાનો વારંવાર ઉદઘોષ કરી રહ્યું છે. આ કોયડાનો ઉકેલ 145 વિધાનસભા બેઠક સાથે જોડાયેલો છે.

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી આમને સામને, 145 બેઠકો બનશે નિર્ણાયક
PM Modi And Mamata Banarjee (File Image)
Follow Us:
| Updated on: Mar 25, 2021 | 4:34 PM

West Bengal Election 2021: મમતા બેનર્જી મંદિર- મંદિર કેમ દોડી રહ્યા છે. ? ભાજપ શા માટે જય શ્રી રામના નારાનો વારંવાર ઉદઘોષ કરી રહ્યું છે. આ કોયડાનો ઉકેલ 145 વિધાનસભા બેઠક સાથે જોડાયેલો છે.

પ્રસ્તાવના

· બંગાળ વિધાનસભાની 294 બેઠકો છે. જેમાં સરકાર બનાવવા માટે બહુમતી મેળવવા માટે 148 બેઠકોની જરૂર છે. · જેમાં 145 મત વિસ્તારોમાં હિંદીભાષી લોકોની વસ્તી 80 ટકાથી વધુ છે · જ્યારે ભાજપ 55 ટકા હિન્દુ મત સાથે આ 148માંથી 92 બેઠકમાં આગળ છે. તેમજ આ વખતની ચુંટણીમાં સરેરાશ 60% મતની જરૂર છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી આમને સામને આવું રહેશે  બંગ – યુદ્ધ 

મમતા બેનર્જીએ ફક્ત આ ચૂંટણીમાં જ તેમના પ્રચારની નવી પધ્ધતિ અપનાવી છે. જેમાં તે મંદિર મંદિર ફરી રહ્યા છે. જ્યારે તે વર્ષ 2019 ની ચૂંટણી સુધી માત્ર લઘુમતી મત મેળવવા પૂરતા જ મર્યાદિત હતા. ભાજપ શા માટે મમતા બેનર્જીને ‘ જય શ્રી રામ’ ના નારાનો ઉદઘોષ કરીને તેને સતત ચીડવતું રહે છે.

જો આપણે આ બાબતને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો મમતાનો મંદિર પ્રત્યેનો નવો પ્રેમ અને ભાજપનું હિંદુ રાષ્ટ્રવાદ અભિયાન જાણવું મુશ્કેલ બન્યું છે. જો કે આ બંને માટે હિંદુ મત મેળવવા જરૂરી છે. તેમજ કેટલા જરૂરી છે ?

આના જવાબ વર્ષ 2019ની સંસદીય ચુંટણીના આંકડા દર્શાવે છે. જેમાં ભાજપે બંગાળથી 18 બેઠકો જીતી હતી.આ આંકડા સ્પષ્ટ કરે છે આ બંને પક્ષ આ તમામ કવાયત શેની માટે કરી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળ અંગે એક માન્યતા છે કે મુસ્લિમ મતોનું પ્રમાણ વધારે છે. પરંતુ આ બધા કોલાહલ વચ્ચે એ બાબત ભુલાઈ ગઈ છે કે રાજ્યની વસ્તીમાં હિન્દુઓની વસ્તી 71 ટકા છે. તેમજ આ ઉપરાંત 294 વિધાનસભા બેઠકમાંથી 145 વિધાનસભા બેઠક પર 80 ટકા મતદારો હિન્દુ છે. આ બેઠકો સરકાર બનાવવાની સંખ્યા 148 થી માત્ર ત્રણ બેઠક જ ઓછી છે.

વર્ષ 2019 લોકસભાની વોટિંગ પેટર્ન પર નજર કરીએ તો ભાજપે(BJP) આ 145 બેઠકમાંથી 92 બેઠકો પર લીડ મેળવી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ( TMC) 53 બેઠક પર આગળ હતી. જ્યારે વિધાનસભાની વાત કરીએ તો 55 ટકા હિન્દુ મત સાથે ભાજપ 121 બેઠક પર આગળ હતું જયારે ટીએમસી 164 બેઠક પર આગળ હતી. તેમજ જો હિન્દુ મતોમાં હાલ વધારો થાય તો વોટ શેરમાં જબર જસ્ત વધારો થઈ શકે છે. જેની ચુંટણી પરિમાણ પર અસર થઈ શકે છે.

આ ચુંટણીમાં આ દેખાવો સમગ્ર રાજ્યમાં રહ્યો ન હતો. જેમાં બાંગ્લાદેશ સાથે જોડાયેલા માલદા ( 79%) નોર્થ દીનાજપુર( 76%), દાર્જીલિંગ (69%) કુચ બેહાર (65%) સાઉથ દીનાજપુર અને નાદિયા ( બંનેમાં 63%) માં ભાજપને હિંદુ વોટબેંકનો ફાયદો થયો હતો.

જ્યારે દક્ષિણ કોલકત્તા( 46%) ઈસ્ટ મિદનાપોર (48%) હાવરા અને સાઉથ 24 પરગણા ( બંનેમાં 51%) વેસ્ટ મિદનાપુર અને મુરશીદાબાદ ( બંને 50 %) આ વિસ્તારમાં ભાજપને ઓછો વોટ શેર મળ્યો હતો. ભાજપ હાલ આ વિસ્તારો(નોન- બોર્ડર એરિયા) માં પોતાના વોટશેરને વધારવા માટે કવાયત હાથ ધરી રહી છે. જેના લીધે રાજ્યમાં હિન્દુ મતનો વોટ શેર 60 ટકાથી ઉપર જઇ શકે. તેમજ જો આમ થશે તો બે મેના રોજ ભવ્ય ઉજવણી થશે.

આ ઉપરાંત રાજ્યમાં 23% અનુસૂચિત જાતિની વસ્તી છે. આમાંના હિન્દુઓ- રાજબોંગશીસ, માતુઆ અને બૌરી જાતિ ભાજપ તરફી વલણ ધરાવે છે.

ચાના બગીચાના કામદારો અને જંગલમહાલના આદિવાસીઓ (પશ્ચિમ મિદનાપુર, ઝારગ્રામ, બાંકુરા અને પુરૂલિયા જિલ્લાઓના રાજ્યના પશ્ચિમ ભાગમાં જંગલોવાળા વિસ્તારો) એ પણ ભાજપને વધુ મત આપ્યો છે. ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ગોરખાઓ અને દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં માતુઆઓએ પણ તેમ કર્યું હતું.

ભાજપની વ્યૂહરચના રાજબોંશી મત, નમાસુદ્રો (જેમાંથી માતુઆ એક ભાગ છે) અને ચાના બગીચાના કામદારોને એકત્ર કરવાની છે જેથી 2019 ની ચૂંટણીનો હિંદુ મતોનો શેર 55 ટકાથી વધીને 60 ટકા થઈ શકે.

હિન્દુ મતોને એકત્ર કરવાથી ચૂંટણી પર કેવી અસર થઈ શકે છે તે જોવા માટે, ચાલો આપણે બે બાબતોને સમજીએ

પરિદ્રશ્ય 1 : ભાજપમાં 50% હિંદુ મતોનું એકત્રીકરણ. ટીએમસી 145 માંથી 60-65 બેઠકો જીતશે. ભાજપને 70-75 બેઠકો મળશે. કોંગ્રેસ-ડાબેરી-આઇએસએફ જોડાણ 5-15 બેઠકો જીતી શકે છે.

પરિદ્રશ્ય 2 : ભાજપ માટે 60% હિંદુ મતોનું એકત્રીકરણ ટીએમસી 145 માંથી 25-35 બેઠકો જીતશે. ભાજપને 110-120 બેઠકો મળશે. કોંગ્રેસ-ડાબેરી-આઇએસએફ 0-3 બેઠકો.

આ 145 વિધાનસભા મતક્ષેત્રો એટલા જ નિર્ણાયક છે. આ સંદર્ભમાં બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર તેને સ્પષ્ટ કરે છે. ભારતમાં 2014 ની ચૂંટણીઓ પૂર્વે ગેરભાજપી પક્ષો દ્વારા મુસ્લિમ મતોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2014માં રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદી ઉભરતા આ તમામ દ્રશ્ય બદલાયું હતું. જેમાં દેશમાં પ્રથમ વાર લધુમતિના મત વિના ભાજપ ચુંટણી જીત્યું હતું. જ્યારે આ બાબતનું પુનરાવર્તન વર્ષ 2017ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભાજપની જીતથી થયું હતું. તેમજ વર્ષ 2019ની લોકસભા ચુંટણીમાં પણ ભાજપે સંસદમાં એક પણ મુસ્લિમ સાંસદને મોકલ્યા ન હતા.

પશ્ચિમ બંગાળમાં પણ 18 લોકસભા બેઠક જીતીને ભાજપે મમતા બેનર્જીને મોટો આંચકો આપ્યો

આ ઉપરાંત તમારે એ બાબતને પણ સમજવાની જરુર છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી ચૂક્યા છે કે પાર્લામેન્ટ ફોર્સ માં નારાયણ સેના બટાલિયનમાં સામેલ કરવામાં આવશે. જેમાં રાજબોંગશી યુવાનો સમાવવામાં આવશે. આ ઉપરાંત અમિત શાહ રાજબોંગશી સમુદાયના આગેવાન અનંત મહારાજને અસમમાં મળ્યા હતા.

આ ઉપરાંત ભાજપે રાજબોંગશીનો વિશ્વાસ મેળવવા માટે દિનાહતા વિધાનસભા મત વિસ્તારમાંથી લોકસભાના સાંસદ નિશીથ પ્રમાનિકને પણ મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ પક્ષના નેતાઓ એ બાબત પર પણ ભાર મૂકે છે કે ચાના બગીચામાં મહિલાઓ અને બાળકોની કલ્યાણકારી યોજનાઓ માટે આવતા વર્ષના કેન્દ્રિય બજેટમાં રૂ. 1000 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે. જેના લીધે બંગાળના ચા એસ્ટેટ કામદારોને મોટો ફાયદો થશે.

આ ઉપરાંત આ સમુદાયના સામાન્ય લોકોને સાથે પણ નેતાઓ જોવા મળી રહ્યા છે. જેમાં ભાજપના સીનિયર નેતા અમિત શાહ અને જેપી નડ્ડા ગરીબ લોકોના ઘરે અલગ અલગ જિલ્લામાં જોવા મળ્યા હતા. જેને મીડિયા કવરેજ પણ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પીએમ મોદીની તારીખ- 26 અને 27 માર્ચની યાત્રા પર બંગાળ ચુંટણીને લઇને મહત્વની માનવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી માતુઆ સમુદાયના મંદિર ઓરાકાંડી જવાનાં છે. તેમજ માતુઆ સમુદાયના સંસ્થાપક હરિચંદ્ર ઠાકુરને સન્માન આપશે.

પૂર્વ પાકિસ્તાનથી આઝાદી મળ્યાના કેટલાક દાયકા દરમિયાન મોટી સંખ્યામાં માતુઆ સમુદાયના લોકો પશ્ચિમ બંગાળ સ્થળાંતરિત થયા હતા.

મમતા બેનર્જી માટે મુસ્લિમ મતો સાથે ચુંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં 27% લઘુમતી મત મોટાભાગના તેમના પક્ષમાં રહેવાની ધારણા છે. પરંતુ 2019 માં ભાજપનો રાજ્યમાં જંગી પ્રવેશ છે તેની બાદ હિન્દુ અભિયાનની આક્રમકતાએ મમતા માટે હિન્દુ મતો માટે વ્યૂહરચના કરવાની ફરજ પાડી છે. જે તેમણે ક્યારેય નહોતું કર્યું. તેમજ ભાજપના 60 ટકા મતોના એકત્રીકરણને રોકવા માટે મમતા બેનર્જીએ તેમનો ફોકસ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ પર કેન્દ્રિત કર્યો છે.

17 મી માર્ચે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં મમતા બેનર્જીએ એસસી / એસટીની મહિલા સભ્યને ચૂકવવાપાત્ર રૂ. 1000 ની માસિક આવકની જાહેરાત કરી હતી. જે સામાન્ય જાતિના આર્થિક રીતે નબળા પરિવારોની મહિલા સભ્યોને ચૂકવવાપાત્ર રકમની બમણી છે.

આ ઉપરાંત તેમણે માતુઆ સમુદાયને એસ.ટી. જાતિમાં સમાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

ટીએમસી સુપ્રીમોએ એ પણ જાહેર કર્યું હતું છે કે માતુઆ, ગોરખા અને જંગલમહાલના યુવાનોને સમાવવા માટે બંગાળ પોલીસમાં ત્રણ નારાયણી બટાલિયન બનાવવામાં આવશે.

માતુઆ સમુદાયને આકર્ષવા માટે આશરે 25,000 માતુઆ સમુદાયના લોકોને  જમીનના અધિકાર આપવામાં આવ્યા છે. ટીએમસીના નેતાઓએ જણાવ્યું છે કે સમુદાયના અન્ય 1.25 લાખ લોકોને જમીનના અધિકાર આપવામાં આવશે.

એક માતુઆ ડેવલપમેન્ટ બોર્ડ બનાવવામાં આવ્યું છે અને તેના માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 5 કરોડ રૂપિયા સાથે નમાસુદ્રો માટે એક સમાન બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.

ગોરખાના મતો મેળવ્યા માટે ટીએમસીએ  દાર્જિલિંગની ટેકરીઓમાં સૌથી વધુ લોકપ્રિય ગોરખા નેતા બિમલ ગુરુંગનું સમર્થન મેળવ્યું છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ માટે 68 બેઠકો અનામત હોવા છતાં મમતા બેનર્જીએ આ સમુદાયોના ઉમેદવારોને અન્ય બેઠકો પર ટિકિટ આપી છે.

27 માર્ચથી 29 એપ્રિલની વચ્ચે જે પણ થાય છે, તે સ્પષ્ટ છે કે આ 145 બેઠકો બંગ- યુદ્ધની મહત્વની છે.

( પાર્થા પ્રિતમ દાસ અને અવિજિત ઘોષાલનો  વિશેષ અહેવાલ) 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">