પશ્ચિમ બંગાળના 6 જિલ્લાની 45 બેઠકમાં મતદાન, કેમ મહત્વની છે પાંચમા તબક્કાની ચૂંટણી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi ) એ, પશ્ચિમ બંગાળમાં (West Bengal ) પાંચમા તબક્કાની ચૂંટણીમાં મતદારોને મતદાન કરીને લોકતંત્રને વધુ મજબુત કરવા અપીલ કરી.

પશ્ચિમ બંગાળના 6 જિલ્લાની 45 બેઠકમાં મતદાન, કેમ મહત્વની છે પાંચમા તબક્કાની ચૂંટણી ?
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પાંચમા તબક્કાની ચૂંટણીમાં સવારથી જ મતદાન માટે લાઈન લાગી
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 9:03 AM

પશ્ચિમ બંગાળમાં આજે 17મી એપ્રિલને શનિવારના રોજ પાંચમા તબક્કાના મતદાન છે .(West Bengal Assembly Election 5th Phase Voting) પશ્ચિમ બંગાળના 6 જિલ્લાની કુલ 45 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તમામ બેઠકો પર ટીએમસીની ભાજપ સાથે મુખ્યત્વે સ્પર્ધા છે.

વિધાનસભાની ચૂંટણીના આ પાંચમા તબક્કામાં કુલ 1 કરોડ 13 લાખ 73 હજાર 307 મતદારો, 342 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉત્તર 24 પરગણા જિલ્લાની 16 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. મતદાન માટે 15,789 મતદાન મથકો (Polling Booths) ની રચના કરવામાં આવી છે. પૂર્વી બર્ધમાન અને નાડિયાની 8-8 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દાર્જિલિંગની 5 સીટો, કાલિમપોંગની 1 સીટ અને જલપાઇગુરીની 7 સીટો પર મતદાન ચાલી રહ્યું છે.

2019 ની લોકસભાની ચૂંટણીમાં, ભાજપે આ તમામ બેઠકો પર ટીએમસી કરતા વધારે મતો મેળવ્યા હતો (BJP Won More Votes in 2019 Lok Sabha Election) આ બધી બેઠકો જીતવી મમતા બેનર્જી માટે મોટો પડકાર છે. ચૂંટણી પંચે બંગાળના 6 જિલ્લામાં પાંચમા તબક્કાના મતદાન માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 853 કંપનીઓને તહેનાત કરી છે. ચૂંટણી પંચે ચૂંટણીના આ પાંચમા તબક્કામાં તમામ બૂથને સંવેદનશીલ જાહેર કર્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગત ચૂંટણીમાં ટીએમસીએ 23 બેઠકો જીતી હતી. 2016 માં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ 45 બેઠકો પર 45 ટકા મત મળ્યા હતા. જ્યારે ટીએમસીને 41.5 ટકા મત મળ્યા હતા. જો કે ટીએમસીએ અહીં 23 બેઠકો જીતી હતી અને ભાજપને 22 બેઠકો મળી હતી.

પાંચમા તબક્કાની ચૂંટણી કેમ મહત્વની ? પશ્ચિમ બંગાળ રાજ્યમાં આજે શનિવાર 17મી એપ્રિલે પાંચમા તબક્કાની ચૂંટણી છે. અને મમતા બેનર્જી માટે ચૂંટણીનો આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના પાંચમાં તબક્કામાં મહત્તમ બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ રહી છે. બીજું મોટું કારણ એ છે કે પાંચમા તબક્કામાં જ્યા 45 બેઠકો પર જ્યાં મતદાન થઈ રહ્યુ છે, ત્યાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટીએમસી કરતા વધારે મત મળ્યા હતા. આથી ભાજપ આજની 45 બેઠકમાંથી વધુને વધુ બેઠકો અંકે કરશે તેમ મનાઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">