West Bengal Election 2021 : ઓપિનિયન પોલમાં મળ્યા સ્પષ્ટ સંકેત, મમતા બેનર્જી સૌથી પ્રભાવી ફેક્ટર, પીએમ મોદી બીજા સ્થાને

West Bengal Election 2021 :  પશ્ચિમ બંગાળની ચૂંટણી 2021 ઓપિનિયન પોલ : ટીવી 9 ભારતવર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક ઓપીનીયન પોલ રજૂ કર્યો છે. જે મુજબ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સૌથી પ્રભાવી છે. જ્યારે બીજા નંબર પર પીએમ મોદી છે.

West Bengal Election 2021 : ઓપિનિયન પોલમાં મળ્યા સ્પષ્ટ સંકેત, મમતા બેનર્જી સૌથી પ્રભાવી ફેક્ટર, પીએમ મોદી બીજા સ્થાને
Mamata Banarjee And PM Modi image
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 19, 2021 | 7:05 PM

West Bengal Election 2021 :   ટીવી 9 ભારતવર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક ઓપીનીયન પોલ રજૂ કર્યો છે. જે મુજબ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સૌથી પ્રભાવી છે. જ્યારે બીજા નંબર પર પીએમ મોદી છે. લોકોના મતે મમતા બેનર્જી મુખ્યમંત્રીની રેસમાં મોખરે છે. કેટલાક લોકો સૌરભ ગાંગુલી અને મિથુન ચક્રવર્તીને મુખ્યમંત્રી બનતા જોવાનું પસંદ કરે છે.આ ઓપિનિયન પોલમાં 10,000 મતદારોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ ઓપિનિયન પોલ 12 થી 15 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો.

કયો પક્ષ સૌથી વધુ વિકાસ કરશે ?

આ ઓપિનિયન પોલ મુજબWest Bengal  માં 51 ટકા લોકો માને છે કે સત્તાધારી પક્ષ ટીએમસી પાર્ટી સૌથી વધુ વિકાસ કરી શકે છે. એટલે કે લોકોએ મમતા બેનર્જીની સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બીજા નંબરે છે. આ પોલમાં કોંગ્રેસને ડાબેરીઓ કરતા ઓછા મત મળ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઈજાનો લાભ મમતા બેનર્જીને મળશે શું મમતા બેનર્જીને West Bengal વિધાનસભાની ચૂંટણીમાં તેના પગમાં થયેલી ઈજાનો લાભ મળશે.એટલે કે લોકોની સહાનુભૂતિ મેળશે. જે સવાલના જવાબમાં 47 ટકા લોકોએ હા પાડી હતી જયારે 41 ટકા લોકોએ ના પાડી હતી. જ્યારે 11.3 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ કશું  કહી શકતા નથી.

મુખ્યમંત્રીની રેસમાં મમતા બેનર્જી આગળ પશ્ચિમ બંગાળમાં સીએમ પદની રેસમાં મમતા બેનર્જી આગળ છે. બીજા નંબર પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ છે. ત્રીજા નંબર પર ટીએમસથી ભાજપમાં આવેલા અને મમતા બેનર્જી વિરુદ્ધ નંદીગ્રામથી ચુંટણી લડી રહેલા સુવેન્દુ અધિકારી નું નામ છે. જ્યારે ચોથા નંબર પર સૌરભ ગાંગુલી છે. લોકોએ મિથુન ચક્રવર્તી અને અધિર રંજન ચૌધરી પણ પર પસંદગી પણ ઉતારી છે.

કયું ફેક્ટર સૌથી પ્રબળ રહેશે ટીવી 9 ના ઓપિનિયન પોલ અનુસાર, સૌથી પ્રબળ મુદ્દો મમતા બેનર્જીનો છે. પીએમ મોદી બીજા સ્થાને રહેશે. મુસ્લિમ પરિબળ ત્રીજા સ્થાને છે. બહારના લોકોનો મુદ્દો ચોથા નંબર પ છે. ભ્રષ્ટાચાર તથા કાયદો અને વ્યવસ્થાને પણ મુદ્દાઓ તરીકે ગણવામાં આવ્યા છે.

10 હજાર મતદારો સાથે વાત કરી હતી ટીવી 9 ભારતવર્ષ અને પોલસ્ટ્રેટે સંયુક્ત રીતે 10,000 મતદારો સાથે વાત કરી. આ ઓપિનિયન પોલ 12-15 માર્ચની વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે આ મુજબ છે.

ચૂંટણીમાં કયો મુદ્દો ગેમ ચેન્જર રહેશે

કોણ જીતશે નંદિગ્રામનો સંગ્રામ

ઈજાથી મમતાને ફાયદો થશે કે નહીં

કોને મુખ્યમંત્રી તરીકે લોકો ઈચ્છે છે

કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">