West Bengal Election 2021: TMCના નેતાના ઘરેથી મળ્યા EVM, જાણો ચૂંટણી પંચે શું આપી સફાઈ

ઉલુબેરિયા ઉત્તરના ભાજપના ઉમેદવાર, ચિરન બેરાએ આરોપ લગાવ્યો છે કે મતદાનની આગલી રાતે ટીએમસી નેતા ગૌતમ ઘોષના ઘરે ઈવીએમ અને વીવીપીએટી મશીનો મળી આવ્યા છે.

West Bengal Election 2021: TMCના નેતાના ઘરેથી મળ્યા EVM, જાણો ચૂંટણી પંચે શું આપી સફાઈ
TMC નેતાના ઘરેથી મળ્યા EVM
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 10:06 AM

પશ્ચિમ બંગાળમાં આજે એટલે કે 6 એપ્રિલ મંગળવારે ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. બંગાળમાં આજે 31 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસમાં આક્ષેપ અને પ્રત્યાક્ષેપની શ્રેણી શરૂ થઈ ગઈ છે. ટીએમસીએ મતદાન મથક પર મતદારોને પજવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપ નેતાનો આરોપ છે કે ટીએમસી નેતાના ઘરની બહાર ઈવીએમ મળી આવ્યા છે.

ટીએમસી નેતાના ઘરેથી મળ્યું EVM

ઉલુબેરિયા ઉત્તરના ભાજપના ઉમેદવાર, ચિરન બેરાએ આરોપ લગાવ્યો છે કે મતદાનની આગલી રાતે ટીએમસી નેતા ગૌતમ ઘોષના ઘરે 4 ઈવીએમ અને વીવીપીએટી મશીનો મળી આવ્યા છે. ભાજપ નેતાએ ટીએમસી પર ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. મોડી રાત્રે અહીંના વાતાવરણમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારબાદ સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ટીએમસી નેતાના ઘર પાસે ઈવીએમ મળી આવ્યા બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. અહીં એક સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે તે એક રિજર્વ ઇવીએમ હતા, જેનો મતદાન કરવામાં ઉપયોગ થતો ન હતો. ચૂંટણી પંચનું કહેવું છે કે સેક્ટર ઓફિસર તપન સરકાર તેના સંબંધીના ઘરે ઇવીએમ લઈને સૂઈ ગયા હતા, જે નિયમોનું ઉલ્લંઘન છે.

ટીએમસી અને ભાજપના એકબીજા પર આક્ષેપ

મંગળવારે સવારે મતદાન શરૂ થયા બાદ તૃણમુલ કોંગ્રેસે ઈવીએમ પર ઘણા સ્થળોએ ખલેલ પહોંચાડવાનો, લોકોને મતદાન મથકો પર જવા નહીં દેવાનો ભાજપ પર આરોપ લગાવ્યો છે.

તૃણમૂલ કોંગ્રેસે ડાયમંડ હાર્બલ, ઉલુબેરિયા ઉત્તર, આરમબાગ, માગરાઘાટ પશ્ચિમ અને અન્ય વિધાનસભા બેઠકોના મતદાન મથકો પર આરોપ લગાવ્યો છે. ટીએમસીનું કહેવું છે કે અહીંના સુરક્ષા દળો મતદારોને હેરાન કરી રહ્યા છે, આ સિવાય બુથના 100 મીટર વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં મતદાન મથકો પર એકઠા થઈ રહ્યા છે.

ભાજપે આરોપ લગાવ્યો છે કે રાઈદિધી વિધાનસભામાં ટીએમસી કેડરે તેમના પોસ્ટરો ફાડી દીધા છે. આ ઉપરાંત બંગાળમાં મતદાનની વચ્ચે, ભાજપનો આક્ષેપ છે કે ટીએમસીના કાર્યકરો રાઈદિધીના બૂથ નંબર 189 માં દાખલ થયા છે અને મતદારોને હેરાન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બંગાળમાં મતદાનનો આ ત્રીજો તબક્કો છે. અગાઉની ચૂંટણીઓમાં પણ, ટીએમસી અને ભાજપ વચ્ચે સતત આરોપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલ્યો રહ્યો છે. ત્રીજા તબક્કામાં કુલ 31 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Assembly Elections 2021: દેશના 5 રાજ્યોમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ, જાણો કયા રાજ્યનું શું છે ગણિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">