Uttarakhand Election 2022 : સ્વર્ગસ્થ CDS Bipin Rawatના ભાઈ વિજય રાવત ભાજપમાં જોડાયા

સ્વર્ગસ્થ CDS બિપિન રાવતના(Bipin Rawat) નાના ભાઈ રિટાયર્ડ કર્નલ વિજય રાવત(Vijay Rawat) ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

Uttarakhand Election 2022 : સ્વર્ગસ્થ CDS Bipin Rawatના ભાઈ વિજય રાવત ભાજપમાં જોડાયા
CDS Bipin Rawat's brother Vijay Rawat joins BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:19 PM

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022ને (Uttarakhand Election 2022) લઈને તમામ પક્ષોમાં સદસ્યતા અભિયાન જેવો માહોલ ચાલી રહ્યો છે. આ અભિયાનમાં, સ્વર્ગસ્થ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના (CDS Bipin Rawat) નાના ભાઈ વિજય રાવત (Retd Colonel Vijay Rawat) ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. આજે સવારે જ સીએમ પુષ્કર સિંહ ધામીએ દિલ્હીમાં કર્નલ વિજય રાવત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ જ તેમના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. જે બાદ વિજય રાવત આજે દિલ્હીમાં ભાજપનો ખેસ ધારણ હતા.

ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિજય રાવત કહે છે કે તેમના પરિવાર અને ભાજપની વિચારધારા વચ્ચે ઘણી સમાનતા છે. આવી સ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાઈને જનતાની સેવા કરવા માંગે છે. જો પાર્ટીની મંજુરી મળે તો તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડવા પણ તૈયાર છે.

સીડીએસ બિપિન રાવત પહાડનું દર્દ સમજતા હતા સ્વર્ગસ્થ સીડીએસ રાવત ઉત્તરાખંડમાં ખૂબ જ સક્રિય હતા. છેલ્લા બે વર્ષ પહેલા, કેદારનાથ અને ગંગોત્રી ધામની મુલાકાત લીધા પછી, તેઓ 19 સપ્ટેમ્બર 2019 ના રોજ, ઉત્તરકાશીના ડુંડા બ્લોકમાં સ્થિત તેમના મોસાળ થાટી ગામમાં પહોંચ્યા અને દરેક ગ્રામજનોની મુલાકાત લીધી.

આ દરમિયાન ગ્રામજનોની સમસ્યાઓ સાંભળીને અહીંના લોકો માટે કંઈક કરવાની ભાવના પણ તેમના મનમાં જન્મી. તેમણે કહ્યું કે તે આ વિસ્તાર માટે કંઈક કરવા માંગે છે. ગ્રામજનોને સંબોધતા તેમણે કહ્યું કે પહાડોથી ભાગવું એ સૌથી મોટી ચિંતા છે. આ માટે તેઓ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વાત કરતા હતા.

ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી

વાસ્તવમાં ઉત્તરાખંડમાં નોંધણી પ્રક્રિયા 25 જાન્યુઆરીથી શરૂ થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી રહેશે. 29 જાન્યુઆરીએ સ્ક્રુટીની થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી રહેશે. અને 14 ફેબ્રુઆરીએ રાજ્યની 70 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. જે ચૂંટણીના પરિણામ 10 માર્ચે જાહેર કરાશે.

આ પણ વાંચો:

Union Budget 2022 : કેટલો Income Tax ભરવાનો ? જાણો વિવિધ ટેક્સ સ્લેબ વિષે સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો:

ન્યાયતંત્ર પર કોરોનાનું ગ્રહણ! Supreme Courtના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ Covid પોઝિટિવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">