UP Assembly Elections: મથુરા પહોંચી સ્મૃતિ ઈરાની, કહ્યું- ભાજપ જીતી રહી છે, જેની સરકાર નથી બનવાની તેને તમારો વોટ આપી વેડફશો નહીં

મથુરાની 5 વિધાનસભા બેઠકોમાંથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smiriti Irani) એ મંટ વિધાનસભા બેઠક પર સુરીર પેઠ પહોંચી અને વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચૌધરી (Rajesh Chaudhry) ના સમર્થનમાં લોકો પાસેથી મત માંગ્યા.

UP Assembly Elections: મથુરા પહોંચી સ્મૃતિ ઈરાની, કહ્યું- ભાજપ જીતી રહી છે, જેની સરકાર નથી બનવાની તેને તમારો વોટ આપી વેડફશો નહીં
Union Minister for Women and Child Development Smriti Irani (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:45 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) ના પ્રથમ તબક્કાના મતદાનને હવે 2 દિવસ બાકી છે. ત્યારે 2 દિવસમાં તમામ ઉમેદવારો પોત-પોતાના પક્ષને વિજયી બનાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે અને સખત મહેનત સાથે પોતપોતાના વિસ્તારમાં શહેરની મુલાકાત લઈ લોકોના આશીર્વાદ લઈ રહ્યા છે અને પોતાની જીતની વાત કરી રહ્યા છે. તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. પ્રથમ તબક્કામાં મથુરા (Mathura) માં ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ પક્ષોના નેતાઓ મથુરા જિલ્લાના અલગ-અલગ વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચી રહ્યા છે.

આ ક્રમમાં, મથુરાની 5 વિધાનસભા બેઠકોમાંથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smiriti Irani) એ મંટ વિધાનસભા બેઠક પર સુરીર પેઠ પહોંચી અને વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચૌધરી (Rajesh Chaudhry) ના સમર્થનમાં લોકો પાસેથી મત માંગ્યા. મંચ પરથી સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું ભાજપના નેતા તરીકે નહીં પરંતુ મારા ભાઈ રાજેશ ચૌધરીની બહેન તરીકે આવી છું અને મારા ભાઈ માટે જીતના આશીર્વાદ લેવા ઈચ્છું છું.

સ્મૃતિ ઈરાનીએ ભાજપના ઉમેદવાર રાજેશ ચૌધરી માટે વોટ માંગતી વખતે સપા (SP) પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અગાઉ આ વિસ્તારના લોકોએ સપા સરકારમાં રમખાણો સહન કર્યા છે. જ્યારે બહેન દીકરી ઘરની બહાર જતી ત્યારે માતા-પિતા ચિંતામાં મૂકાઈ જતા હતા. પરંતુ આજે આ સરકારમાં આવું થતું નથી. આ સાથે જ વોટના ઉપયોગ અંગે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સરકાર ભાજપની જ બનશે. જે પક્ષની સરકાર નહીં બને તેને મત આપીને તમારી વોટને વેડફશો નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મમતા બેનર્જી અખિલેશના પ્રચાર માટે આવ્યા હતા

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સોમવારે અખિલેશ યાદવ (Akhilesh Yadav) પર પ્રહારો કર્યા, તેમને પ્રશ્ન કર્યો કે સમાજવાદી પાર્ટી (SP)ના વડા તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamta Banarjee) નું સમર્થન કેમ માંગે છે, જેમણે ઉત્તર પ્રદેશના લોકોને ‘અપમાનિત’ કર્યા હતા. જેવર, ગૌતમ બુદ્ધ નગરમાં એક ચૂંટણી કાર્યક્રમમાં, કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે યાદવનો બેનર્જી સાથેનો સંપર્ક એ સંકેત છે કે તેમને પોતાના બળે જાહેર સમર્થન મળી રહ્યું નથી.

બેનર્જી સોમવારે લખનૌ પહોંચ્યા જ્યાં તેઓ મંગળવારે એસપીની તરફેણમાં પ્રચાર કરે તેવી શક્યતા છે. ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને હરાવ્યું હતું. ઈરાનીએ દાવો કર્યો હતો કે સમાજવાદી પાર્ટી માટે સ્થિતિ એવી બની ગઈ છે કે તેણે ઉત્તર પ્રદેશના લોકોને સપા માટે વોટ માંગવા માટે લોકોને એકત્ર કરવા પડશે.

આ પણ વાંચો: UP Election 2022: મમતા બેનર્જી બે દિવસ યુપીમાં ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર, બંગાળ મોડલથી અખિલેશને જીતાડવાની બનાવી રહી છે યોજના

આ પણ વાંચો: TV9 Final Opinion Poll: મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ લોકોની પહેલી પસંદ બન્યા, બીજા નંબર પર અખિલેશ યાદવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">